એક ડઝન ઇમારતના વીજકનેકશન કાપવાની કામગીરી શ‚

  • May 19, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ફાયર સેફટી વગરની ઇમારતોનું ભૂત ફરી ધુણ્યુ છે અને વારંવાર મહાનગરપાલિકા દ્વારા સુચના આપી હોવા છતાં ફાયર સેફટીની સુવિધા કે તેનું સર્ટીફિકેટ નહી કઢાવનાર બિલ્ડરો અને રહેવાસીઓ સામે કડક કાર્યવાહીની સુચના અપાતા પી.જી. વી.સી.એલ.ની ટીમ વીજ કનેકશન  કાપવા માટે પહોંચી ગઇ હતી જેની સાથે ફાયરબ્રીગેડ પોલીસ સહિત ટીમ જોડાઇ હતી.
પોરબદર શહેરમાં ફાયર સેફટી વગરની અનેક ઇમારતો આવેલી છે અને આ ઇમારતોના બિલ્ડરો સહિત માલિકોને અગાઉ નગરપાલિકાના તંત્ર દ્વારા અને ત્યારબાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા સૂચના આપીને ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી લેવા જણાવાયુ હતુ. જુન-૨૦૨૪, જાન્યુ -૨૦૨૫ અને એપ્રિલ-૨૦૨૫માં  નગરપાલિકા અને મહાનગરપાલિકાના તંત્રએ આ મુદે પી.જી.વી.સી.એલ.ને જાણ કરી જણાવ્યુ હતુ કે અગાઉ વારંવાર સૂચના આપવામાં આવી હોવા છતાં હાઇરાઇઝ ઇમારતોના સંચાલકોએ ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરાવી નથી તેથી અગાઉ પી.જી.વી.સી.એલ. તંત્રએ મનપાની સૂચના મુજબ વીજ કનેકશન કાપવાની કાર્યવાહી કરવી હતી પરંતુ જ‚રી પોલીસ બંદોબસ્ત મળ્યો નહી હોવાથી હવે સોમવાર તા. ૧૯-૫ના પોલીસ બંદોબસ્ત મળી જતા હાઇરાઇઝ ઇમારતોના વીજ કનેકશન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  જેમાં પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ પણ ફોટોસેશન કરાવવા માટે પહોંચી ગયા હતા અને દિવસભર આ કામગીરી ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે ત્યારે રાજકીય વગ ધરાવતા લોકો સામે પી.જી.વી.સી.એલ. અને મનપાનું તંત્ર ઘુંટણીયા નહી ટેકવેને? તેવો સવાલ ઉપસ્થિત થયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application