193 કરોડના ખર્ચે બનનારો ફલાય ઓવરબ્રિજ ડીસેમ્બરમાં પુરો થવાનો હતો હવે કદાચ ચારથી પાંચ મહીના મોડો પુરો થશે: હાપા અને લાલપુર બાયપાસ ચોકડીના ઓવરબ્રિજનું કામ પણ કાચબા ગતિએ: ટાઉનહોલ રીનોવેશનનું કામ પૂર્ણ થવામાં છ મહીના મોડુ: રાજકોટ, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં ઝડપી ગતિએ ઓવરબ્રિજના કામો ચાલતાં હોય જામનગરમાં કેમ નહીં ?
જામનગર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ફલાય ઓવરબ્રિજ અને અન્ય હાપા તથા લાલપુર બાયપાસ બ્રિજ સહિતના કામો કાચબા ગતિએ ચાલે છે તેથી લોકોને ખુબ જ મુશ્કેલી પડે છે, કોર્પોરેશનની પ્રોજેકટ પ્લાનીંગ શાખા દ્વારા ચાલું રહેલા કામોમાં હવે ગતિ લાવવાની જર છે, ા.193 કરોડના ખર્ચે ડીસેમ્બરમાં પુરો થનારો ઓવરબ્રિજ તેની સમય મયર્દિા કરતા ચારથી પાંચ મહીના મોડો પુરો થશે, અત્યારે જે રીતે લાલપુર બાયપાસ અને હાપા બ્રીજનું કામ ચાલી રહ્યું છે અને તે પણ સમય મયર્દિામાં પુરા થશે કે કેમ ? તેના ઉપર પ્રશ્ર્નાર્થ આવી ગયો છે. રાજકોટ, સુરત, અમદાવાદમાં પ્રોજેકટના કામો જેની સમય મયર્દિામાં પુર્ણ થઇ જતાં હોય છે તો જામનગરના પ્રોજેકટના કામોમાં આટલી બધી ઢીલાશ કેમ ? જો કોન્ટ્રાકટરો ન માનતા હોય તો તેની સામે પણ પગલા લેવા જોઇએ એવું લોકમુખે ચચર્ઇિ રહ્યું છે. શહેરની મઘ્યમાં આવેલા ટાઉનહોલનું કામ પણ પુ થતું નથી અને ભુજીયા કોઠાનું કામ તો કોણ જાણે કયારે પુ થશે તે ફકત કોર્પોરેશન જ જાણે.
જામનગરમાં 193 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો ફલાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, અગાઉ સમય મયર્દિા પ્રમાણે ડીસેમ્બર 2024માં આ કામ પૂર્ણ થવાનું હતું પરંતુ અત્યારે જે રીતે કામ ચાલી રહ્યું છે તે જોતા ચારથી પાંચ મહીના મોડુ કામ પૂર્ણ થશે તેમ જણાય છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ આ કામ 86 ટકા પુ થયું છે.
લાલપુર બાયપાસ બ્રિજનું કામ ા.65 કરોડના ખર્ચે થઇ રહ્યું છે, આ કામ પણ કાચબા ગતિએ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે, માર્ચ-2026માં આ કામ પૂર્ણ થવાનો ટાર્ગેટ છે, પરંતુ કોર્પોરેશન આ કામ જલ્દી પુ કરશે કે કેમ ? તેના ઉપર શંકા છે. કોર્પોરેશનની પ્રોજેકટ પ્લાનીંગ શાખા દ્વારા હાપા બ્રિજનું કામ 42 કરોડના ખર્ચે ચાલી રહ્યું છે, ફેબ્રુઆરી-2025માં આ કામ પૂર્ણ થવાની મુદત છે ત્યારે કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓ આ કામ ફેબ્રુઆરી-2025માં પુ થશે તેમ કહે છે, પરંતુ તે શકય નથી.
આ ઉપરાંત રણમલ તળાવ પાસે આવેલ ભુજીયા કોઠાનું કામ તો કોણ જાણે કયારે પૂર્ણ થશે ? તેની કોઇને કલ્પના જ નથી, છ-છ મહીનાથી કોર્પોરેશન કહે છે કે, આ કામ 90 ટકા થઇ ગયું છે, પરંતુ શા માટે આ કામ પૂર્ણ થતું નથી ? તેની કોઇને ખબર નથી, ઉપરાંત કલા રસીકો માટેનું એક માત્ર ટાઉનહોલ જેનું કામ જુન મહીનામાં રીનોવેશનું પુ થઇ જવાનું હતું, લગભગ 4 કરોડના ખર્ચે તમામ ખુરશીઓ, પાર્કિંગ વ્યવસ્થા, સાઉન્ડ વ્યવસ્થાનું કામ જૂન મહીનામાં પુ થઇ જવાનું હતું પરંતુ આજ સુધી આ કામ ચાલું છે, હજુ પણ એક માસનો સમય લાગશે એટલે કે, સાત મહીના કામ લેટ થઇ જશે છતાં પ્રોજેકટ પ્લાનીંગ શાખાના અધિકારી સંતોષનો ઓડકાર લઇને એવું બોલતા શરમાતા નથી કે, હજુ આ કામ પૂર્ણ થવામાં એક માસ લાગશે, તો સવાલ એ ઉઠે છે કે કોન્ટ્રાકટમાં કામ સમયસર પુ કરવાની જે શરત હોય છે તેનું જો પાલન ન થાય તો કોઇ કસુરવાર સાબિત થાય છે કે નહીં ?
જામનગર શહેરમાં જે-જે નવા પ્રોજેકટ શ થાય ત્યારે પીજીવીસીએલ, ખાનગી કંપનીઓ, ભૂગર્ભ ગટર, વોટર વર્કસ શાખા, ટેલીફોન કંપનીઓ સાથે તાલમેલ રહેવો જોઇએ તે રહેતો નથી જેના કારણે કેટલાક કામો સમયમયર્દિા કરતા પણ મોડા પુરા થાય છે, તમામ ખાતાઓ એક થઇને આ કામ પુરા કરે તો ઝડપથી પ્રોજેકટ પુરા થઇ શકે. હજુ તો મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં ટાઉનહોલ બનાવવાનો છે, સાયન્સ સીટી ભવન પણ બનશે અને મેહુલ સીનેમા પાસેની કોર્પોરેશનની જમીનમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ પણ બનવાનું છે ત્યારે હવે નવા કામોમાં પણ સમય મયર્દિા ઉપર ચાલીને ઝડપી કામો કરવા જોઇએ તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech