રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ઉપર આવેલા મેયર બંગલો ખાતે આજે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, દક્ષિણ રાજકોટના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા તેમજ પશ્ચિમ રાજકોટના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિતના નેતાઓ તેમજ મેયર નયનાબેન પેઢડિયા સહિતના મહાપાલિકાના પાંચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આજે સવારે મહાપાલિકાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરો સાથે સંયુકત સંકલન મિટિંગ યોજાઇ હતી જેમાં ત્રણ કલાક સુધી વિવિધ પ્રોજેકટસની ચર્ચા– વિચારણા અને પરામર્શ કર્યા બાદ કોર્પેારેટરોને કામે લાગી જવા તેમજ અધિકારીઓ અને ઇજનેરોને કામ કરવા મંડો તેવો સિંગલ લાઇન ઓર્ડર આપવામાં આવ્યો હતો.
વિશેષમાં મેયર બંગલે મળેલી મિટિંગમાં થયેલી ચર્ચા અંગે સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, શહેરના તમામ ૧૮ વોર્ડ અને ચારેય વિધાનસભા ક્ષેત્રમાં કયા પ્રોજેકટસ સૂચવેલા છે, તેમાંથી કેટલા શ થયા, કેટલા પેન્ડિંગ છે, ચાલુ થયા હોય અને પેન્ડિંગ હોય તે પ્રોજેકટ કયા તબક્કે છે. શ નથી થયા તે પ્રોજેકટ અટકવા પાછળના કારણો શુ છે તે સહિતની બાબતોની ઉંડાણ પૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
મેયર બંગલે મળેલી શહેર ભાજપ અને મ્યુનિસિપલ પદાધિકારીઓ અને અધિકારીઓની સંકલન મિટિંગમાં એવી સ્પષ્ટ્ર સુચના અપાઇ હતી કે આવતું વર્ષએ રાજકોટ મહાપાલિકાની ચૂંટણીનું વર્ષ છે આથી કોઇ પણ બાબતમાં કચાશ ન રહેવી જોઇએ. કોર્પેારેટરો ઉપરાંત ધારાસભ્યો અને સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી સુચવેલા કામોનું પાકું આયોજન કરી તે કામો પૂર્ણ કરવામાં આવે તેમજ સાથે સાથે મનપાના ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪–૨૦૨૫ના બજેટમાં સુચવેલા કામો પૂર્ણ કરવામાં આવે અને આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૫–૨૦૨૬ના બજેટમાં સુચવેલા પ્રોજેકટસની ટેન્ડર પ્રક્રિયા ઝડપથી થાય તે જોવા તાકિદ કરવામાં આવી હતી.
ખાસ કરીને મહાપાલિકામાં મળતી પાર્ટી સંકલનની મિટિંગમાં ભાજપના પાંચથી છ કોર્પેારેટરોએ એવો આક્રોશ ઠાલવ્યો હતો કે કોર્પેારેટરો કહે તે કામ પણ થતા નથી, કોર્પેારેટરોએ કરેલી ફરિયાદ પણ દિવસો સુધી ઉકેલાતી નથી તદઉપરાંત મહિલા કોર્પેારેટરોનું કઇં ઉપજતું નથી, આ મામલો પણ ચર્ચાયો હતો. ઉપસ્થિત અધિકારીઓ અને ઇજનેરોને કોર્પેારેટરોની ફરિયાદો ટોપ પ્રયોરિટીમાં ઉકેલવા સુચના અપાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીઆરપી ગેમઝોન અિકાંડ બાદ છેલ્લા નવ મહિનાથી મહાપાલિકા તત્રં ઠપ્પ જેવું થઇ ગયું હોય વિકાસકામો ઉપર તેની વ્યાપક અસર થઇ છે, બીજી બાજુ ભાજપમાં જૂથવાદને કારણે આંતરિક ડખ્ખો ચાલી રહ્યો છે તેના કારણે વિવાદો વધી રહ્યા હોય હવે ચાલુ ટર્મના અંતિમ વર્ષમાં વિવાદોને કોરાણે મુકી કામે લાગી જવા આદેશ કરાયો છે.
મિટિંગમાં કયા મુદ્દે ચર્ચા થઇ ?
–કેટલા પ્રોજેકટનું ખાતમુહર્ત થઇ શકે તેમ છે ?
–કેટલા પ્રોજેકટ લોકાર્પણના તબક્કે પહોંચ્યા ?
–ચાલુ વર્ષના બજેટના કેટલા પ્રોજેકટ અધુરા છે ?
–ટેન્ડર પ્રસિધ્ધ કરવાનું બાકી હોય તેવા પ્રોજેકટ કેટલા ?
–લોક પ્રશ્નો અને ફરિયાદો ઉકેલવામાં વિલબં કેમ ?
કઇ સુચનાઓ જારી કરાઇ ?
–કોર્પેારેટરોની ફરિયાદો ટોપ પ્રયોરિટીમાં ઉકેલો
–ધારાસભ્યો અને સાંસદોએ સૂચવેલા કામો પૂર્ણ કરો
–લોક ફરિયાદો ફટાફટ ઉકેલો
–પદાધિકારીઓ સાથે સંકલન રાખવા મ્યુનિ.સ્ટાફને તાકિદ
–ચૂંટણી વર્ષમાં કામે લાગી જવા કોર્પેારેટર્સ–કમિટિ ચેરપર્સન્સને નિર્દેશ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech