સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જવાહરલાલ નેહરુ હોકી અંડર ૧૭ બહેનો માટેની રાજ્યકક્ષાની સ્પર્ધાનું તા.૨૧ થી તા.૨૩/૦૯/૨૦૨૪ દરમ્યાન રાજકોટ જિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જે સ્પર્ધામાં જામનગર ગ્રામ્યની જી.એમ.પટેલ ક્ધયા વિદ્યાલય, ધ્રોલ ની અંડર ૧૭ બહેનોની ટીમે વિજેતા થઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે.સ્પર્ધાની ફાઈનલ મેચમાં જામનગર ગ્રામ્યની ટીમે દેવગઢ બારીયાની ટીમને ૨-૧ના સ્કોરથી પરાજય આપી રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે.જે અંતર્ગત જામનગર જિલ્લાના જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીરાવલીયાએ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી છે સાથે સાથે જી.એમ.પટેલ ક્ધયા વિદ્યાલય, ધ્રોલના સંચાલકો દ્વારા પણ વિજેતા ટીમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ હતું.ગુજરાત સરકારની જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત હોકી રમતની ઉત્કૃષ્ટ તાલીમ મેળવી જી.એમ.પટેલ ક્ધયા વિદ્યાલય, ધ્રોલ ની ટીમ રાજ્યકક્ષાએ વિજેતા થયેલ છે.વિજેતા થયેલ ટીમના ખેલાડીઓ આગામી માસમાં રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા દિલ્હી ખાતે રમવા જશે અને રાષ્ટ્રકક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech