બગસરામાં સરાણીયા વિસ્તારમાં સરકારની ગ્રાન્ટમાંથી મકાન બનાવવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવતા ધારાસભ્ય કૌશિક વેકરીયા, જે.વી.કાકડીયા. પાલિકા પ્રમુખ સહિતની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. સવારના ૧૦ વાગ્યે કાર્યક્રમ હોવાથી સરાણીયા પરિવારની મહિલાઓ એક કલાક સુધી મહેમાનોની રાહમાં તડકે ઉભી રહી હતી. મકાનના ખાતમુહૂર્ત બાદ, અટલજી પાર્ક ડેવલોપમેન્ટ સહિતના નિલકંઠનગર, ભોજલરામ નગર, ઝાંઝરીયા રોડ પર ર૦ લાખના ખર્ચે બ્લોક રોડ બનનાર હોવાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ. ખાતમુહૂર્ત બાદ ધારાસભ્ય જે.વી. કાકડીયા સહિતનો કાફલો નિકળતા નિલકંઠરનગર વિસ્તારની મહિલાઓએ ધારાસભ્ય જે.વી.કાકડીયાનો ઘેરાવ કર્યો હતો અને ભાજપ આગેવાનના ઘર પાસે બની રહેલા રોડની સાથે મુખ્ય માર્ગનો રોડ પણ મંજૂર કરી બનાવવામાં આવે તેવી મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓની ઉગ્ર રજૂઆતથી ધારાસભ્યએ રોડ બનાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.
ભાજપ આગેવાનના ઘર પાસે જ રોડ બને છે: પૂર્વ પાલિકા સદસ્ય
બગસરા નિલકંઠ નગરમાં ભાજપ આગેવાનના ઘર પાસે ધારાસભ્યએ બ્લોક રોડ બનાવવા માટે રૂ.પાંચ લાખ ફાળવતા પૂર્વ પાલિકા સદસ્ય રાજેશ દેશાણીએ જણાવ્યું હતું કે, ભાજપના આગેવાનના ઘર પાસે જ રોડ બને છે જયારે અન્ય લોકો સાથે પાલિકા અને ધારાસભ્ય તરફથી ઓરમાયુ વર્તન રાખવામાં આવે છે. ધારાસભ્યએ ધારાસભાની ચૂંટણી વખતે વિકાસ ફંડ ભરી દેવાની વાત કરી હતી જા કે ચૂંટણીમાં વિજેતા બન્યા પછી વિકાસ ફંડ ભરવાની વાત હવામાં ઉડી જતા વિસ્તારવાસીઓમાં રોષ ફેલાયો છે.
રોડ નહીં થાય તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે
બગસરા નિલકંઠ નગરની મહિલાઓએ રોષ સાથે જણાવ્યું હતું કે જયાં સુધી સોસાયટીનો મુખ્ય માર્ગ બની બને ત્યાં સુધી કોઈ ગલી કે નાકાનો રોડ થવા દેવામાં આવશે નહી. જા મુખ્ય માર્ગ નહી બનાવવામાં આવે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ મહિલાઓએ ચિમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech