વીરપુરમાં માતુશ્રી મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ૫૯ જેટલી વિધાર્થીનીઓને ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્રારા આપવામાં આવતી સાયકલો બે વર્ષથી આપવામાં ન આવી હોવાની વિગતો સામે આવી છે.
ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ ૮ પાસ કરી ધોરણ ૯ માં પ્રવેશે તેવી વિધાર્થિનીઓ માટે આ યોજનામાં સરકાર દ્રારા સાઇકલ આપવામાં આવે છે. જેનાથી વિધાર્થિનીઓને શાળાએ જવામાં મુશ્કેલી ના પડે અને તેઓ અભ્યાસ કરી શકે. માટે આ સાયકલ આપવામાં આવે છે. પરંતુ સરકારના જવાબદાર અધિકારીઓની લાપરવાહીથી જરિયાતમદં વિધાર્થિનીઓને સાયકલ મળતી નથી ત્યારે યાત્રાધામ વીરપુરમાં મોંઘીબા ગલ્સ હાઈસ્કૂલમાં વીરપુર તેમજ આજુબાજુના કાગવડ ,થોરાળા,જેપુર સહિતના ગામડાઓ માથી વિધાર્થિનીઓ અભ્યાસ કરવા માટે વીરપુર આવે છે પરંતુ આ વિધાર્થિનીઓને સરકારના સમાજ કલ્યાણ વિભાગ દ્રારા આપવામાં આવતી સાયકલો ગયા વર્ષની તો નથી મળી પરંતુ આ ચાલુ વર્ષની પણ સાયકલો હજુ સુધી મળી નથી, સામાન્ય રીતે આ યોજનાની સાયકલો જાન્યુઆરી કે ફેબ્રુઆરી માસમાં વિતરણ કરી આપવામાં આવતી હોય છે પરંતુ ગયા વર્ષની અને ચાલુ વર્ષની એમ બે વર્ષથી વિધાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવી નથી જેમને લઈને વીરપુર અભ્યાસ કરવા આવતી વિધાર્થિનીઓને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વિધાર્થિની ઓને સાઇકલો વિતરણ ન કરી હોવાનો બેવર્ષ ઉપરનો સમય વીતી ગયો છતાં વિધાર્થીઓને અપાઇ નથી તેથી આશ્ર્ચય થઇ રહ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે મોટાપાયે ચાલતી લોલમલોલ અને પોલમપોલની અનેક ચર્ચાઓ લોકોમાં ઉઠવા પામી છે.
સમાજ કલ્યાણ અધિકારીઙ્ગો ચાંચુડી ઘડાવું છું...જેવો જવાબ
વીરપુરમાં વિદ્યાર્થીનીઓને સાયકલ નથી મળી બાબતે સમાજ કલ્યાણ વિભાગ રાજકોટના અધિકારી જે.એ.બારોટ સાથે ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હજુ એ સાઈકલની ચકાસણી ચાલુ છે ગ્રીનકો તરફથી એ ચકાસણી થઈ જાય અને હોલમાર્ક લાગી જાય પછી હેન્ડઓવર કયર્િ પછી વિતરણ ચાલુ કરશુ ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને અપાતી આ સાયકલો સરકારી ગોડાઉનમાં કે ખુલ્લ ા મેદાનોમાં ધૂળ ખાય રહી હોવાના અને પ્રજાના ટેક્સના પૈસે ખરીદાયેલી નવી નક્કોર સાયકલો ભંગાર બની જતી હોય છે. આવા કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે આવી અનેક યોજનાઓ લાભાર્થીઓને સમયે મળતી ના હોવાથી અધિકારીઓના પાપે સરકાર વગોવાય રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMવિશ્ર્વ ખેડૂત દિવસ : જગતનો તાત હજી પણ કુદરતના ભરોસે
December 23, 2024 04:25 PMસતત બીજા દિવસે પણ ભાવનગરમાં ધાબડિયુ વાતાવરણ સર્જાતા ટાઢોડુ વ્યાપ્યુ
December 23, 2024 04:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech