શું કોઈપણ કોસ્મેટિક સારવાર વિના સ્કિન ની સુંદરતા જાળવી રાખવી શક્ય છે? શું પ્રદૂષણ અને ધૂળ વચ્ચે સ્કિન ને યુવાન રાખવી સરળ છે? મોટાભાગની મહિલાઓનો જવાબ હશે ના. પરંતુ એવા કેટલાક કુદરતી ઉપાય છે જેની મદદથી ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાઈ શકો છો.
આ એક એવું ડ્રિંક છે, જે પીવાથી ચહેરા પર ચમક આવશે અને સ્કિન ખીલી ઉઠશે. આ એક એવું શક્તિશાળી ડ્રિંક છે, જે વર્ષો સુધી સ્કિન ની સુંદરતા અને કુદરતી સૌંદર્યને જાળવી રાખવામાં મદદ કરી શકે છે.
શા માટે સ્કિન ખરાબ થઈ રહી છે?
આજકાલ પ્રદૂષણના કારણે સ્કિન અને લીવરમાં ખરાબ આહારના કારણે ગંદકી જામી જાય છે, જેના કારણે સ્કિન પર સોજો, અકાળે કરચલીઓ, લાલ ચકામા, ખીલ, ખરજવું નાની ઉંમરે થઈ શકે છે. એટલું જ નહીં અલ્સર અને સોરાયસિસનું પણ જોખમ રહે છે. આવી સ્થિતિમાં આહાર યોગ્ય રાખવો જોઈએ. દારૂ અને સિગારેટથી પણ દૂર રહેવું જોઈએ.
ચહેરાની સુંદરતા જાળવી રાખવા માટેનું ડ્રિંક
ડર્મટોલોજીસ્ટનું કહેવું છે કે સવારની શરૂઆત હંમેશા ખાલી પેટે ગરમ પાણી અને લીંબુ પીવાથી કરવી જોઈએ. તેનાથી લીવર સારી રીતે સાફ થાય છે અને શરીર હાઇડ્રેટ રહે છે. સવારે ચા કે કોફી જેવી કેફીન ધરાવતી કોઈપણ વસ્તુ પીતા પહેલા ગરમ લીંબુ પાણી પીવાથી તે શરીરમાંથી ગંદકી દૂર કરે છે અને ત્વચાની ઉંમર વધે છે.
સ્કિનને યુવાન બનાવવાની રીત
ડર્મટોલોજીસ્ટના મતે, મહિલાઓએ તેમની ઉંમર કરતા 10 વર્ષ નાના દેખાવા માટે દરરોજ સવારે વિટામિન સી સીરમ અને દરરોજ રાત્રે હાયલ્યુરોનિક એસિડ સીરમ લગાવવું જોઈએ. આ એન્ટીઑકિસડન્ટો અને હાઇડ્રેશન સાથે સ્કિનને સાફ કરવામાં મદદ કરે છે. આખું વર્ષ SPF સાથે હળવા, નોન-પોર બ્લોકિંગ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. તેને ગરદન અને હાથના પાછળના ભાગ પર લગાવો. આ ઉપરાંત સ્કિનને હાઇડ્રેટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ જે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે અને લાલાશ, ખીલ જેવી સમસ્યાઓ દૂર કરી શકે છે.
સનસ્ક્રીન પણ ફાયદાકારક
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયું છે કે સનસ્ક્રીન સ્કિન ને હાનિકારક યુવી કિરણોથી બચાવે છે. તે અકાળ વૃદ્ધત્વ, ટેનિંગ અને સનબર્નને અટકાવે છે, ચહેરા પરના ડાઘ ઘટાડે છે, સ્કિનની તંદુરસ્તી સુધારે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech