જામનગરના નંદનવન સોસાયટી, શેરી નં. ૪માં મહિલા સંચાલીત જુગારધામ પર એલસીબીની ટુકડીએ દરોડો પાડીને ૫ મહિલા અને ૧ પુષની રોકડ, મોબાઇલ મળી અડધા લાખના મુદામાલ સાથે અટકાયત કરી હતી. દરોડાના પગલે આ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
જામનગર એલસીબી પીઆઇ લગારીયાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મયુદીનભાઇ, અરજણભાઇ, ધર્મેન્દ્રસિંહને મળેલ હકીકત આધારે જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવન સોસાયટી, શેરી નં. ૪માં એક ભાનુશાળી મહિલા ફલેટમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને તિનપતી જુગારનો અખાડો ચલાવે છે જેના આધારે એલસીબીએ દરોડો પાડયો હતો.
દરોડા દરમ્યાન નંદનવન સોસાયટી શેરી નં. ૪ ફલેટમાં ત્રીજા માળે રહેતી સુશીલાબેન હરીશ ફલીયા, ગુલાબનગરમાં રહેતી લતાબેન ચંદ્રકાંત ગાંધી, રાબીયાબેન જાહીદ ઇકબાલીયા, પટેલપાર્કમાં રહેતી નયનાબેન રાજેશ બુઘ્ધ, સાધના કોલોની એમ-૬૧માં રહેતી મીતલબેન જીતેન્દ્ર કનખરા અને હર્ષદમીલની ચાલી આગળ બાઇની વાડી ખાતે રહેતા દિલીપ ગેલા સાદીયાની અટકાયત કરી હતી.
તિનપતી જુગાર રમનારને પકડી પાડી ૪૪૫૦૦ની રોકડ તથા એક મોબાઇલ મળી કુલ ૪૯૫૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તમામની સામે સીટી-એ ડીવીઝનમાં જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.