રાજકોટ મહાપલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં આવેલી અંબિકા ટાઉનશીપ અને શ્રીનાથજી પાર્ક વિસ્તારની બાજુમાં આવેલા મહાનગરપાલિકાના પ્લોટમાં સાતથી આઠ કાચા પાકા મકાનો તેમજ ઝુંપડાઓના દબાણો હોય અને ત્યાંથી દાનું વેચાણ જેવી પ્રવૃત્તિઓ પણ થતી હોય તેવા કારણોસર આ સોસાયટીના કુલ ત્રણ રસ્તાઓમાંથી એક રસ્તો બધં થઈ ગયા જેવી હાલત હોય આજે આ વિસ્તારની મહિલાઓનું ટોળું મહાનગરપાલિકા કચેરીએ ઘસી આવ્યું હતું અને રણચંડીનું સ્વપ ધારણ કરી થાળી વેલણ વગાડીને શાસકો તેમજ તત્રં વાહકોને ઢંઢોળવા પ્રયાસ કર્યેા હતો. દરમિયાન રહીશોની રજૂઆત સાંભળીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર તુરતં અધિકારીઓ અને સીટી એન્જિનિયર સહિતના કાફલા સાથે સ્થળ સ્થળ નિરીક્ષણ માટે દોડી ગયા હતા અને તાત્કાલિક અસરથી નોટિસ આપી પખવાડિયામાં ગેરકાયદે બાંધકામો–દબાણોનું ડિમોલિશન કરવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનએ આદેશ કર્યેા હતો.
શ્રીનાથજી પાર્ક સોસાયટી એસોસિએશન શેરી ન.ં ૧, ૨, ૩ અને ૪ જે અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં વીવાયઓ રોડ ઉપર, મવડી પોલીસ હેડ કવાર્ટર્સની સામે, અમૃતા હોસ્પિટલ વાળી શેરીમાં ગોલ હાઇટસની પાછળ આવેલ છે. દરમિયાન આજે શ્રીનાથજી પાર્ક વિસ્તારના રહીશોનું ટોળું મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીએ ધસી આવ્યું હતું અને મહિલાઓએ થાળી–વેલણ વગાડીને શાસકો તેમજ તંત્રવાહકોને ઢંઢોળવા પ્રયાસ કર્યેા હતો જેમાં મુખ્યત્વે તેમની માંગણી બિનઅધિકૃત દબાણ અને બાંધકામ દૂર કરવા બાબતેની હતી.
શ્રીનાથજી પાર્ક એસોસિએશનના રહીશોએ મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને લખેલા અને મ્યુનિ.કમિશનરની અન ઉપસ્થિતિમાં ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશિપમાં શ્રીનાથજી પાર્કમાં અનૈતિક પ્રવૃત્તિ (દાનું વેચાણ) થાય છે યાં આગળ અવૈધ જગ્યાનું દબાણ ત્યાંથી થાય છે, એ બાબતે અવાર–નવાર મૌખિક અને લેખિત રજૂઆત કરેલ છે, તેમ છતાં ફકત દિલાસાઓ અને ખોટા વાયદાઓ જ આપવામાં આવ્યા છે, દબાણ હટાવા માટેની કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.
આવેદનપત્રમાં રહીશોએ વધુમાં જણાવ્યું છે કે હવે અમોને પાકો સમય આપો કે આપ અને તત્રં દ્રારા આ દબાણ હટાવાની કામગીરી કેટલા સમયમાં કરી આપો છો ? તે લેખિતમાં આપવા વિનંતી. સાત દિવસમાં દબાણનું યોગ્ય નિરાકરણ કરી આપશો એવી આશા રાખીએ છીએ.
અમારી સોસાયટીના કુલ ત્રણ મુખ્ય માર્ગ ફાળવવામાં આવ્યા છે, રસ્તા નંબર ૨ અને ૩ અમારા ઉપયોગ માટે ખુલા છે અને રસ્તો નંબર ૧ નકશામાં છે પણ અમો રહીશો ઉપયોગ કરી શકતા નથી કારણ કે તેના પણ ગેરકાયદેસર કાચા–પાકા બાંધકામ કર્યા છે, અને હજુ નવા ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે, તેના ઉપર વીજળીનું ગેરકાયદેસર કનેકશન પણ ઉપયોગ કરે છે, અમારો હક્ક હોવા છતાં જો અમને એ જગ્યા કે રસ્તો ઉપયોગ કરવા માટે મહાપાલિકા ખુલો કરાવી ન શકે તો બીજા કોઇ પણ ઉપયોગ કરી ના શકે એવી મંજુરી અમો રહીશોને આપો તેમ અંતમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech