BREAKING NEWS

ડિજિટલ દુનિયામાં મહિલાઓનું વર્ચસ્વ, પુરુષો કરતાં ૫૦% વધુ સમય ઓનલાઈન વિતાવે

  • May 27, 2026 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરી ભારતમાં મહિલાઓ ઝડપથી ડિજિટલ દુનિયાના સૌથી સક્રિય વપરાશકર્તાઓ બની રહી છે. એક નવા અહેવાલ મુજબ, મનોરંજન, મેસેજિંગ, ઓનલાઈન શોપિંગ અને કિવક કોમર્સ જેવા ડિજિટલ પ્લેટફોર્મ પર પુષો કરતાં નોંધપાત્ર રીતે વધુ સમય વિતાવે છે. અહેવાલમાં એ પણ બહાર આવ્યું છે કે ડિજિટલ જોડાણને આગળ ધપાવવામાં મહિલાઓ સૌથી મજબૂત બળ તરીકે ઉભરી આવી છે.
કન્યુમર બિહેવિયર એનાલિટિકસ પ્લેટફોર્મ વિટીઓન અને એઆઇમાઈના સંયુકત અહેવાલ મુજબ, મહિલાઓ મનોરંજન સામગ્રી જોવા માટે દરરોજ સરેરાશ ૮૨.૪ મિનિટ વિતાવે છે. ૨૫ થી ૩૪ વર્ષની વયની મહિલાઓ ખાસ કરીને સક્રિય હતી, મનોરંજન સામગ્રી જોવા માટે દરરોજ આશરે ૮૬ મિનિટ વિતાવતી હતી. અહેવાલમાં જણાવાયું છે કે વિડિઓ સ્ટ્રીમિંગ, ટૂંકા વિડિઓઝ અને સામાજિક મનોરંજન એપ્લિકેશન્સમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે.ઈ–કોમર્સ અને કિવક કોમર્સ પ્લેટફોર્મ પર મહિલાઓની પ્રવૃત્તિ પણ પુષો કરતાં નોંધપાત્ર રીતે વધારે હતી. મેટ્રોપોલિટન શહેરોમાં રહેતી ૨૫ થી ૩૪ વર્ષની વયની મહિલાઓ ઓનલાઈન શોપિંગ અને કિવક ડિલિવરી એપ્લિકેશન્સ પર દરરોજ સરેરાશ ૩૫.૨ મિનિટ વિતાવે છે, યારે પુષો માટે ૨૪.૮ મિનિટ છે. આ ડેટા સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે ડિજિટલ શોપિંગમાં મહિલાઓ પ્રબળ શકિત બની રહી છે.
આ રિપોર્ટ ૧૦૦,૦૦૦ થી વધુ સ્માર્ટફોનના ડેટા પર આધારિત છે, જે આશરે ૪૦.૭ કરોડ શહેરી ભારતીયોની ડિજિટલ ટેવોને પ્રતિબિંબિત કરે છે. રિપોર્ટ સ્પષ્ટ્રપણે દર્શાવે છે કે ભારતમાં ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ ઝડપથી બદલાઈ રહ્યો છે, અને મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News