લોકસભા બાદ રાજ્યસભામાં સર્વાનુમતે પસાર થયું મહિલા અનામત બિલ, વિરોધમાં એક પણ વોટ ન પડ્યો

  • September 21, 2023 10:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંસદના વિશેષ સત્રના ચોથા દિવસે રાજ્યસભામાં મહિલા અનામત બિલ પણ પસાર કરવામાં આવ્યું. ગૃહે સર્વસંમતિથી 'નારી શક્તિ વંદન કાયદો' પસાર કર્યો. રાજ્યસભામાં મહિલા અનામત બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા જ્યારે બિલની વિરુદ્ધમાં કોઈએ વોટ આપ્યો ન હતો. 


રાજ્યસભામાં મહિલા અનામત બિલ પાસ થયું. બિલની તરફેણમાં 215 વોટ પડ્યા હતા. રાજ્યસભામાં તેમના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મહિલા શક્તિને વિશેષ સન્માન મળી રહ્યું છે, તે માત્ર બિલ પાસ થવાથી નથી, પરંતુ આ બિલ પ્રત્યે દેશના તમામ રાજકીય પક્ષોની સકારાત્મક વિચારસરણીને પ્રોત્સાહન મળે છે. આપણા દેશની નારી શક્તિ તે નવી ઉર્જા આપવા જઈ રહી છે.


તમામ સભ્યોએ મહિલા શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી

આ પહેલા રાજ્યસભામાં બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે "આ બિલ દેશના લોકોમાં એક નવો વિશ્વાસ પેદા કરશે." તમામ સભ્યો અને રાજકીય પક્ષોએ મહિલા સશક્તિકરણ અને 'નારી શક્તિ' વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ચાલો દેશને એક મજબૂત સંદેશ આપીએ."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application