૧૯થી ૭૦ વર્ષના કેન્સર વોરિયર મહિલાઓએ કયુ પ્રથમવાર રેમ્પવોક

  • May 20, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જયારે કોઇપણ વ્યકિત કેન્સર થયાનું નિદાન સાંભળે ત્યારે ચિંતિત બની જાય. કયારેક હતાશામાં ગરકાવ થઇ જાય. આવી પરિસ્થિતિમાં દર્દીઓને'કેન્સર એટલે કેન્સલ નહીં'ની પ્રેરણા આપવા રાજકોટમાં સૌ પ્રથમવાર કેન્સર વોરિયર્સના લાભાર્થે ફેશન શો યોજાયો હતો.
સયાજી હોટેલ ખાતે દાતાના સહકારથી કેન્સર કલબ દ્રારા આયોજિત  આ ફેશન શોનો મુખ્ય ઉદ્દેશ કેન્સર જેવા ગંભીર રોગ અને તેની સારવાર વિશે જાગૃતિ ફેલાવવાનો તથા લોકોમાં કેન્સરગ્રસ્તો માટે હકારાત્મક અભિગમ કેળવવાનો હતો. આ ફેશન શોમાં કેન્સરની સારવાર ચાલી રહી હોય તેવા અને રોગમાંથી સ્વસ્થ થયેલા કુલ ૮૦ વીરાંગના મહિલાઓએ  ભાગ લીધો હતો. જેમાં ૧૯ વર્ષથી ૭૦ વર્ષની ક્રીઓએ ટ્રેડીશનલ, ઈન્ડોવેસ્ટર્ન અને વેસ્ટર્ન કોસચ્યુમની થીમ આધારિત મક્કમ મનોબળ સાથે રેમ્પ વોક કયુ હતું.

આ તકે આયોજક પલબેન કોટક એ જણાવ્યું હતું કે ગુજરાતમાં આયોજિત આ સૌથી મોટા ફેશન શોનો લિમ્કા બૂક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બૂક ઓફ રેકોર્ડમાં સમાવેશ કરવા માટેની કાર્યવાહી કરાશે. કાર્યક્રમમાં ઝરણાં નામના લેખકના કિંત્સુગી ટેલ્સ અને (વ્યસન કેન્સર) લાઇફ સ્ટોરી નામના બે પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ઉત્પલ દવે અને આર.જે. હિરવાએ કયુ હતું.

આ તકે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશી, કેન્સર કલબના સ્થાપક અશ્વિનભાઈ સોલંકી, ગ્રીવા ફાઉન્ડેશનના સભ્યો, દાતાઓ તેમજ સામાજિક અને ઔધોગિક એકમોના અગ્રણીઓ, સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application