મુંજકા હાઉસીંગ બોર્ડ ક્વાર્ટરમાં મહિલાને પડોશી પરિવારે મારમારી ધમકી આપી

  • May 29, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મુંજકા નજીક હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં પડોશી પરિવાર વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થતા મહિલાને પડોશી પરિવારે મારમારી ધમકી આપી હોવાનું પોલીસમાં નોંધાયું છે.

શહેરના મુંજકા ચોકડી પાસે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા દીનાબેન ઉર્ફે જ્યોતિબેન જગદીશભાઈ પરમાર (ઉ.વ.45)એ યુનિવર્સીટી પોલીસ મથકમાં બાજુમાં રહેતા શિલ્પાબેન મહેન્દ્રભાઈ પરમાર, તેના પતિ મહેન્દ્રભાઈ, પુત્ર આશિષ અને પુત્રી વૃત્તિ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રીના દશેક વાગ્યે ફ્લેટ નં-802માં રહેતા શિલ્પાબેનને કહેવા ગઈ હતી કે, તમારું કપડાં સૂકવવાનું સ્ટેન્ડ લિફ્ટ પાસે રાખ્યું છે એ મારા સાસુને ચાલવામાં નડે છે તેમજ તમારો દીકરો આશિષ મારી દીકરી કૃપાલી સામે જોઈને હેરાન કરે છે તમે એને સમજાવજો. આ વાતચીત ચાલતી હતી ત્યારે શિલ્પાબેનની દીકરી વૃત્તિ આવી ઝગડો કરવા લાગી હતી અને દરમિયાન તેનો દીકરો આશિષ પણ આવી જતા ત્રણેય મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. દિયર મહેન્દ્રભાઈ છોડાવવા વચ્ચે પડતા આશિષે દિયરને પણ ઢીકાપાટુનો મારમાર્યો હતો. ઝગડો પતિ ગયા પછી મારા દિયરને આશિષના પિતા મહેન્દ્રભાઈએ ફોન કરી તમે મારા દીકરા ને કેમ માર્યું હતું કે ગાળાગાળી કરવા લાગ્યા હતા અને રાત્રીના ફ્લેટ પાસે આવી બોલાચાલી કરી જાનથી મારી નાખવાંની ધમકી મને આપી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે તમામ પરિવારના સભ્યો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application