અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઈ રહી. તાજેતરમાં હ્યુસ્ટનમાં ફાયરિંગની એક ઘટના સામે આવી છે. એક અહેવાલમાં હ્યુસ્ટન પોલીસના પ્રમુખ ટ્રોય ફિનરગનનો હવાલો આપી જણાવાયું હતું કે ગોળીબારની આ ઘટના રવિવારે હ્યુસ્ટનના લેકવૂડ ચર્ચમાં બની હતી. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે આ વખતે હુમલાખોર મહિલા હતી અને તેને પોલીસે ઠાર કરી હતી. પોલીસના ગોળીબારમાં મહિલા સાથેના બાળકને પણ પોલીસની ગોળીઓ વાગી હતી.
હ્યુસ્ટન પોલીસ ચીફ ટ્રોયે જણાવ્યું હતું કે મહિલાને ઘટનાસ્થળે જ ગોળી વાગી હતી. તેણે જણાવ્યું કે મહિલા સાથે હાજર બાળકની ઉંમર ચારથી પાંચ વર્ષની વચ્ચે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મહિલાએ ચર્ચમાં પ્રવેશતા જ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ દરમિયાન સ્થળ પર હાજર બે ઑફ-ડ્યુટી પોલીસ અધિકારીઓએ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલા શૂટરે ફાયરિંગ ચાલુ રાખ્યું. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ ફાયરિંગ કરીને જવાબ આપ્યો. આ જવાબી કાર્યવાહીમાં બાળક પણ ઘવાયું હતું. જ્યારે હુમલાખોર મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
હ્યુસ્ટન પોલીસ ચીફ ટ્રોય ફિનરે કહ્યું કે તે સ્પષ્ટ નથી કે બાળકને ઑફ-ડ્યુટી અધિકારીઓએ ગોળી મારી હતી કે કેમ. તેમણે કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન એક 57 વર્ષીય વ્યક્તિ પણ ગોળીથી ઘાયલ થયો હતો. બાળક અને ઘાયલ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech