રૂા.૭ લાખના ચેક રિટર્નના બે કેસમાં મહિલાને એક એક વર્ષની જેલ સજા

  • November 23, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધંધામાં પિયાની જરિયાત ઊભા થતા મહિલાએ સંબંધના નાતે લીધેલા .૭ લાખની ચુકવણી માટે આપેલા .૩.૫૦ – ૩.૫૦ લાખના બે ચેક બંને ચેક રિટર્ન થયાના કેસમાં અદાલતે મહિલા આરોપીને કેસ દીઠ એક એક વર્ષની સજા અને બંને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હત્પકમ કર્યેા છે.
આ કેસની હકીકત મુજબ ફરિયાદી સંજયભાઈ છગનભાઈ વાઘેલાએ નિમુબેન મનસુખભાઈ વાઘેલાને ધંધામાં પૈસાની જરિયાત ઊભી થતા સંબંધના નાતે . ૭લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે રકમની ચુકવણી માટે નિમુબેન વાઘેલાએ . ૩.૫૦ – .૩.૫૦ લાખના બે ચેક આવ્યા હતા, જે બંને ચેક નીમુબેનના ખાતામાં અપૂરતા ભંડોળના કારણે બેંકમાંથી પરત ફર્યા હતા. જે અંગે સંજય વાઘેલા એ લીગલ નોટિસ પાઠવ્યા છતાં નિમુબેને ચેકની રકમની ચુકવણી નહીં કરતા સજં વાઘેલાએ નિમુબેન મનસુખભાઈ વાઘેલા વિદ્ધ જુદી–જુદી ચેક રિટર્નની બે કોર્ટફરિયાદ દાખલ કરી હતી. જે બંને કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆત બાદ ફરીયાદી પક્ષે રોકાયેલા વકીલ દ્રારા કરવામાં આવેલી દલીલ અને રજૂ રાખેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ ન્યાયાધીશ વાય.બી. ગામીતે ચેક રિટર્નના જુદા જુદા બંને કેસમાં નિમુબેન મનસુખભાઈ વાઘેલાને તકસીરવાર ઠેરવી એક એક વર્ષની કેદની સજા અને બંને ચેક મુજબની રકમ એક માસમાં ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હત્પકમ કર્યેા છે. આ કેસમાં ફરિયાદી વતી યુવા એડવોકેટસ રણજીત બી. મકવાણા, જીેશ એમ. સભાડ, યોગેશ રાઠોડ, મદદનીશ અભય ચાવડા અને વિશાલ રોજાસરા રોકાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News