રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં સ્લેબ તૂટવાની ઘટનામાં મહિલાનું મોત

  • September 26, 2023 12:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં સ્લેબ તૂટવાની ઘટનામાં એકનું મોત થયું છે. ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. 63 વર્ષીય મહિલા ભાવના ઠક્કરનું નિપજ્યું મોત. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી.


રવિવારે રાજકોટના સર્વેશ્વર ચોકમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક મહિલાનું મોત થયુ હતું. જ્યારે 10 લોકોને ઈજા પહોચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે  હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.



આ ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકો સ્થળ પર પહોંચ્યા હતા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી પણ હાથ ધરી હતી. ગણેશ પંડાલ જોવા લોકો મોટી સંખ્યામાં અહીં ભેગા થયા હતા. જે દરમ્યાન આ ઘટના બની છે. સ્લેબ તૂટતાં અફરા તરફી મચી હતી. તાત્કાલિક 108 ની ટીમને જાણ કરાતા સમગ્ર ટિમ ઘટના સાથળે પહોંચી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application