અન્ય એક મહિલાને ગંભીર ઇજા પહોંચીઃ ટોળા એકઠા થયાઃ સ્થાનિક કોર્પોરેટર અને પોલીસ દોડી ગયાઃ ભુગર્ભ ગટરનું ખોદકામ કરતી વેળાએ બનેલો બનાવ
જામનગરમાં ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામકાજ દરમિયાન સાંજના પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીનના ચાલકે બે મહિલાઓ ને હડફેટમાં લઈ લીધી હતી, જેમાં એક મહિલાનું ચગદાઈ જતાં ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે, જયારે બીજી મહિલાના બે પગ કપાયા છે.
આ ઘટનાને લઈને ભારે દોડધામ થઈ હતી. હિટાચી મશીન નો ઓપરેટર ભાગી છૂટ્યો હતો. પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ છે, અને વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની હકીકત એવી છે કે જામનગરમાં ઢીંચડા રોડ પર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇન બીછાવવાનું કામ હાથ ધરાયું છે, અને પૂજા બિલ્ડર્સ નામની પેઢી દ્વારા આ સ્થળે ભૂગર્ભ ગટર ની પાઇપલાઇન બીછાવવાનું કામકાજ રાખવામાં આવ્યું છે. જે કંપનીના કામ હેઠળ સોમવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં હિટાચી મશીન દ્વારા ખોદાણ ચાલી રહ્યું હતું.
તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી બે મહિલાઓ એકાએક હિટાચી મશીન નીચે દબાઈ હતી. જેમાં ઢીંચડા રોડ પર રહેતી અને મજૂરી કામ કરતી મધુબેન નારણભાઈ સુરડીયા નામની ૫૫ વર્ષની પ્રૌઢ મહિલા, કે જે રિવર્સમાં આવી રહેલા હીટાચી મશીન નીચે દબાઈ જવાથી તેણીનું ઘટના સ્થળેજ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હિટાચી મશીનની નીચે દબાઈ જવાના કારણે તેના દેહનો છુંદો નીકળી ગયો હતો, અને ભારે બીહામણાં દ્રશ્ય સર્જાયા હતા.
આ ઉપરાંત તેની સાથે જ ચાલી રહેલી અન્યા એક મહિલા આઇશાબેન ખફી, કે જેના બે પગ કપાયા હતા, અને તેણીને ૧૦૮ નંબર એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ તેણીની તબિયત લથડતાં વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
સમગ્ર બનાવની જાણ થતાં સૌપ્રથમ આ વિસ્તારના વિપક્ષી કોર્પોરેટર રાહુલ બોરીચા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને તાત્કાલિક અસરથી ૧૦૮ ની ટીમ, ફાયર બ્રિગેડની ટુકડી, તેમજ પોલીસને જાણ કરી હતી.
જેથી ૧૦૮ ની ટીમે ઈજાગ્રસ્ત ને હોસ્પિટલે પહોંચાડી હતી. જ્યારે ફાયર ની ટીમે હિટાચી મશીન ની નીચે દબાયેલા મહિલાના મૃતદેહને ભારે જહેમત લઈને બહાર કાઢ્યો હતો, અને પોલીસને સુપરત કરી દીધો હતો.
સીટી સી. ડિવિઝનની પોલીસ ટીમે ઘટના સ્થળે દોડીજઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ સમયે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા, અને હીટાચી મશીનનો ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ ઉપરાંત ખાનગી કંપનીના અન્ય સ્ટાફ કે કર્મચારીઓ સ્થળ પર હાજર ન હતા, અથવા તો તેઓ પણ ભાગી છુટ્યા હતા. જે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationRTE પ્રવેશમાં મોટો ફેરફાર: આવક મર્યાદા 6 લાખ કરવા સરકારની વિચારણા, વાલીઓને મળશે રાહત
March 12, 2025 07:17 PMજામનગરમાં શગુન ઈન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગના તાલીમાર્થીઓની શપથ વિધિ
March 12, 2025 07:08 PMધુળેટીના તહેવારને ઘ્યાનમાં લઇને ફુડ શાખાએ પતાસા અને ખજુરના નમૂના લીધા
March 12, 2025 07:02 PMજામનગર : માર્ચના અંત સુધીમાં લાખોટા તળાવને ભરી દેવાશે
March 12, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech