ગોરખડી ગામમાં જમીન વિવાદમાં મહિલા પર છરી વડે હુમલો

  • September 15, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પટેલ યુવાનના ઘરમાં ઘુસીને ધમકી દીધી : એક સામે રાવ


જામજોધપુરના ગોરખડી ગામમાં જુના જમીન વિવાદનો ખાર રાખીને ઉશ્કેરાયેલા શખ્સે છરી વડે મહિલા પર હુમલો કર્યો હતો અને ફરીયાદીને મારી નાખવાની ધમકી દીધી હતી.


જામજોધપુર તાલુકાના ગોરખડી ગામમાં રહેતા ધીભાઇ ગંગદાસભાઇ વસોયા (ઉ.વ.45)એ ગઇકાલે શેઠવડાળા પોલીસમાં ગોરખડી ગામના મગન ગંગદાસ વસોયાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી.


આરોપીને ધીભાઇ સાથે ચાલતા જુના જમીન વિવાદ બાબતનો ખાર રાખીને આરોપીએ ફરીયાદીના ઘરમાં અપ્રવેશ કરીને ત્યાં હાજર રહેલા સાહેદ મમતાબેનને તથા ધીભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અપશબ્દો કહયા હતા, ઉપરાંત મમતાબેન પર છરી વડે હુમલો કરીને માથા, છાતી અને બંને હાથમાં ઇજા પહોચાડી હતી, ફરીયાદના આધારે આગળની તપાસ પીએસઆઇ ઓડેદરા ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application