વેરાવળ ભાડલામાં મહિલા પર કુટુંબી જેઠનો લાકડી અને પાઇપ વડે હુમલો

  • March 04, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
જસદણ પંથકના વેરાવળ ભાડલામાં રહેતી મહિલાને તેના બે કુટુંબી જેઠે લાકડી અને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી.જે અંગે મહિલાએ ભાડલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેઠ મહિલાના ઘર પાસે બેસેતો હોય તેને ઘર બેસવાની ના કહી તેના વાહનનો મોરો મહિલાએ તોડી નાખતા તે બાબતનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.


બનાવની જાણવા મળતી વિગતો મુબજ,વેરાવળ ભાડલા ગામે રહેતા મીરાબેન ભાવેશભાઇ ગોવાણી(ઉ.વ ૨૯) દ્વારા ભાડલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના કુટુંબી જેઠ વીસા બીજલભાઇ ગોવાણી અને રાયધન બીજલભાઇ ગોવાણીના નામ આપ્યા છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.૨/૩ ના સાંજના તે વેરાવળમાં રાણીંગપર જવાના રસ્તે તેમના નવા મકાને જતા અહીં તેનો જેઠ વીસા ગોવાણી મકાનની આગળ આવેલા રસના ચીચોડના ઓટા બેઠો હતો.જેથી મહિલાએ તેને કહ્યું હતું કે,અમારા ઘરે આવવાની ના પાડી છે તેમ છતા તું કેમ અમારા ઘર પાસે બેઠો છે? અને ગામમાં મારા ચરિત્ર વિશે શું કામ નબળી વાતો કરો છો? બાદમાં મહિલાએ અહીં ચીચોડના બાજુમાં પડેલા જેઠના બાઇકનો મોરો તોડી નાંખ્યો હતો.જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો તેવામાં અન્ય કુટુંબી જેઠ ભરતભાઇ ગોવાણી અહીં આવી જતા તેમણે કહ્યું હતું કે બોલાચાલી ન કરો ઘરે જતા રહો.


બાદમાં મહિલા રાત્રીના ઘરે હતી તેવામાં નવ વાગ્યા આસપાસ ડેલી ખખડાવવાનો અવાજ આવતા તેમણે ડેલી પાસે જઇ જોતા જેઠ વિસા ગોવાણી અને તેનો ભાઇ રાયધન ગોવાણી લાકડી અને પાઇપ લઇને આવ્યા હતાં.બાદમાં ગાળો આપી કહેવા લાગ્યા હતા કે કેમ મારા બાઇકનો મોરો તોડી નાંખ્યો તેમ કહી મહિલાને પાઇપ અને લાકડી વડે મારમારતા બુમાબુમ થતા મહિલાનો પતિ જાગી ગયો હતો.જેથી આ બંને અહીંથી જતા રહ્યા હતાં.હુમલમાં ઘવાયેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.બાદમાં તેેણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application