BREAKING NEWS

રાજકોટમાં ચાર કિલો ગાંજા સાથે મહિલા અને બોટાદના બે પેડલરને ઝડપી લેવાયા

  • May 23, 2026 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરના રામનાથપરા ગરૂડ ગરબી ચોકમાં માદક પદાર્થની હેરફેર થતી હોવાની માહિતી મળતા એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ચાર કિલો ગાંજા સાથે મહિલા અને બોટાદના બે પેડલેરને ઝડપી લીધા હતાં. પોલીસે રૂ.૩.૩૪ લાખનો ગાંજાનો આ જથ્થો કબજે કર્યો હતો. ગાંજા સાથે ઝડપાયેલી શબુ અગાઉ હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી હોવાનું માલુમ પડયું છે.શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ શહેરમાંથી નશાના દૂષણને નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. શે નો ટુ ડ્રગ્સ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું વેચાણ અને સેવન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સૂચનાના પગલે એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે.વી.વાઢિયાની રાહબરીમાં પીએસઆઇ એસ.એમ.રાણા અને ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કરણભાઈ વિરસોડીયા, સાગરભાઈ માવદીયા, ધર્મેશભાઈ પરમાર અને ધર્મેશભાઈ ખાંડેખાને રામનાથપરા ગરુડ ગરબી ચોક નજીક વીરાણી વાડી પાસે જાહેર રોડ પરથી ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ શખ્સો ઉભા છે તેવી બાતમી મળી હતી. જેથી પોલીસે દરોડો પાડી ત્રણેય શખસોને પકડી પાડી ૪.૦૯૯ કિલો ગ્રામ ગાંજો કિં.રૂ. રૂ.૨,૦૪,૯૫૦, મોબાઈલ ફોન અને એક સીએનજી ઓટો રીક્ષા મળી કુલ રૂ.૩.૩૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application