રાજકોટમાં આઠ વર્ષ પૂર્વે કુખ્યાત પેંડા તથા તેના સાગરીતોએ મળી પોલીસમેનની હત્યા કરી હતી. જે કેસમાં તાજના સાક્ષી યુવાનના ભાઈને કોઠારીયા રોડ પર રાજો જાડેજા સહિત નવ શખસોએ રસ્તામાં આંતરિક યુવાન કારની બહાર ન નીકળતા તેમાં તોડફોડ કરી યુવાન પર છરી વડે હત્પમલો કર્યેા હતો. યુવક સાથે રહેલા તેના બે મિત્રોને પણ છરી મારી દીધી હતી. હત્પમલામાં ઘવાયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે કોઠારીયામાં ગોકુલ પાર્કમાં રહેતા યુવાનની ફરિયાદ પરથી પોલીસે નવ શખસો સામે રાયોટીંગ, તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા ગામે ગોકુલ પાર્ક શેરી નંબર–૩ માં શિવાંગી કૃપા નામના મકાનમાં રહેતા રમેશ દેવરાજભાઈ ગજેરા (ઉ.વ ૪૨) નામના યુવાને ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજો જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચંદુ ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાચો, પિયુષ સોલંકી, મનીયો મિક્રી, છોટુ અને એક અજાણ્યા શખસ સહિત ૯ ના નામ આપ્યા છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છૂટક મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલ રાત્રિના દસેક વાગ્યે તે તેના મિત્ર દિવ્યેશ ઠુંમર, દેવ ટાંક, દેવાંગ પટેલ, તુષાર વાઘેલા સહિતનાઓ સાથે ગોંડલ ચોકડી ખાતે દિવ્યેશની મહીન્દ્રા એસયુવી કાર લઇ ગોંડલ ચોકડીથી હત્પડકો બસ સ્ટેન્ડની સામે આવેલી ખોડીયાર ચા ની હોટલે ચા પીવા માટે ગયા હતા. પરંતુ યુવાનને ઘરે જવા મોડું થતું હોય જેથી તેણે ચા પીવાની ના કહી હતી. બાદમાં તેઓ ખોડીયાર હોટલેથી જતા હતા ત્યારે કોઠારીયા રોડ ફાયર સ્ટેશનથી આગળ કનૈયા ડેરી પાસે રાત્રિના ૧૧:૦૦ વાગ્યા આસપાસ અહીંથી દૂધ લેવા માટે ગાડી ધીમી પાડી હતી. ત્યારે પાછળથી ત્રણ બાઈકમાં નવ શખસો અહીં આવ્યા હતા જેમાં એકસેસમાં રાજુ જાડેજા, ચિરાગ તથા અજાણ્યો શખસ હોય દિવ્યેશે કારનો ડ્રાઈવર સાઈડનો કાચ થોડો ખોલતા રાજા જાડેજાએ દિવ્યેશને કહ્યું હતું કે, તું ગાડી ઉભી રાખ તું નીકળ અને રમેશને ઉતારી દે તેની સાથે માથાકૂટ કરવી છે. જેથી દિવ્યેશે ના કહી હતી અને ગાડી ધીમે ધીમે ચલાવતા રાજાએ કાચની બોટલનો ઘા મારી ડ્રાઇવર સાઈડનો કાચ ફોડી નાખ્યો હતો. બાદમાં ચાવી કાઢી લઈ દરવાજા ખોલવાની કોશિશ કરી હતી પરંતુ દરવાજા લોક હોય જેથી આ શખસોએ પથ્થરમારો કરી કારના બધા કાચ ફોડી નાખ્યા હતા. બાદમાં ગાળો દઈ ગાડીમાંથી નીચે ઉતારી દિનેશ કાચા તથા બકાલી અને રાજાએ છરી કાઢી યુવાન પર છરી વડે હત્પમલો કરી દીધો હતો જેમાં તેને ખંભાના ભાગે તથા કાનમાં ઈજા પહોંચી હતી. અહીં દેકારો થતા આ શખસો બાઈક લઈને ભાગવા લાગ્યા હતા જતા જતા રાજાએ ધમકી આપી હતી કે, હવે આગળ કોઈ મારા કેસમાં નડતો નહીં નહીંતર મારી નાખીશ. ત્યારબાદ યુવાને ૧૦૮ મારફત સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યાં ગયા બાદ યુવાને માલુમ પડું હતું કે, તેના મિત્ર દિવ્યેશ તથા દેવ ટાંકને પણ આ શખસોએ છરી વડે ઈજા કરી હતી.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, આજથી આઠ વર્ષ પૂર્વે રાજા જાડેજાએ પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીનું મર્ડર કયુ હોય જેમાં યુવાનનો નાનો ભાઈ જીેશ નજરે જોનાર તાજનો સાક્ષી હોય જેણે આ રાજા વિદ્ધ કોર્ટમાં જુબાની આપી હોય જેનો ખાર રાખી અગાઉ યુવાનને સમાધાન માટે ધમકીઓ આપતો હતો. પરંતુ યુવાન તથા તેના ભાઈએ સમાધાનની ના પાડી હતી જેનો ખાર રાખી આ શખસોએ સમાન ઇરાદો પાર પાડવા ગેરકાયદે મંડળી રચી આ હત્પમલો કર્યેા હતો. આ અંગે યુવાનની ફરિયાદ પરથી ભકિતનગર પોલીસને આ ટોળકી સામે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યુઝીલેન્ડ અને ભારત સામે હાર છતાં પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે
February 24, 2025 03:19 PMઅમેરિકનો ઈંડાની કિંમતમાં વધારો થતાં હવે મરઘી ભાડે લઈ રહ્યા છે
February 24, 2025 03:18 PMનામ કમાવા સાથે રહેલા ઝડપાયા,દામ કમાનારની શોધ
February 24, 2025 03:16 PMરાજકોટ બસ પોર્ટથી જૂનાગઢની એસટી બસો ફૂલ પેક; કાલથી એક્સ્ટ્રા દોડાવાશે
February 24, 2025 03:13 PMજાસૂસી હજુ પણ ચાલુ છે: કિરોડી લાલ મીણાના પોતાની જ સરકાર પર પ્રહારો
February 24, 2025 03:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech