શિક્ષણ પ્રેમીઓ દ્વારા બેન્ચ, વોટર કુલર, સીસીટીવી વિગેરેનું અનુદાન: વીદ્યાર્થીઓ, વાલીઓમાં ભારે આવકાર: પ્રેરણાદાયી સેવા પ્રવૃત્તિ
ખંભાળિયા તાલુકાના સલાયા ગામની સરકારી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા આચાર્યએ ફરજનિષ્ઠા સાથે પ્રેરણારૂપ પ્રવૃત્તિ કરી અને શિક્ષણ પ્રેમી સ્થાનિકોને ટહેલ નાખતા આ શાળા માટે રૂપિયા 13.75 લાખની કિંમતની ચીજ વસ્તુઓ સહિતનું નોંધપાત્ર અનુદાન સાંભળ્યું છે.
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલી સરકારી માધ્યમિક શાળા માટે સ્થાનિકો દ્વારા જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે તેવા ઉમદા આશય સાથે શાળાના આચાર્ય જગમાલભાઈ ભેટારીયાની પહેલથી સ્થાનિક અગ્રણી અજીતભાઈ કીરતસાતા, પરેશભાઈ કાનાણી, સચિનભાઈ જેઠવા, સુરેશભાઈ શાહ, જગદીશભાઈ ગોહિલ, અને એસ.જી. ચન્ને પ્રેરિત સલાયાની માધ્યમિક શાળાની ભવ્ય ઈમારતમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે જુદા જુદા આઠ દાતાઓ દ્વારા નોંધપાત્ર અનુદાન મળ્યું હતું.
જેમાં રૂપિયા 6 લાખના ખર્ચે કસ્તુરબેન મૂળજીભાઈ પારેખ ફાઉન્ડેશન (ભગવાનજીભાઈ પારેખ) દ્વારા દરેક વર્ગખંડમાં બેન્ચીસ અને તેમના દ્વારા જ રૂપિયા પાંચ લાખના ખર્ચે શિક્ષક અને સિનિટેશન માટેના વાર્ષિક પગાર ખર્ચ ઉપરાંત રૂપિયા એક લાખના ખર્ચ અને વોટર કુલર, રૂપિયા 15,000 ના ખર્ચે લેક્ચર સ્ટેન્ડનું અનુદાન મળ્યું છે.
આ ઉપરાંત સુલેમાન ઓસમાણ હાજી ભાયા દ્વારા રૂપિયા એક લાખના ખર્ચે સમગ્ર શાળામાં 12 સી.સી. ટી.વી. કેમેરા અને રૂ. 25,000 ના ખર્ચે પંખા અને ટ્યુબ લાઈટ તેમજ રૂ. 35,000 ના ખર્ચે અલીભાઈ ગાયત્રી વાળા દ્વારા ઇન્વર્ટરનું અનુદાન મળ્યું છે.
આમ, સપ્તાહ દરમિયાન દાતાઓ દ્વારા શાળામાં સારી બ્રાન્ડની ચીજ વસ્તુઓ માટે તેમજ શૈક્ષણિક ગુણવત્તા સુધરે તે હેતુથી રૂપિયા 13.75 લાખની ચીજો લોક ભાગીદારીથી આપવામાં આવી છે. આ એવા પ્રવૃત્તિ બદલ સલાયા માધ્યમિક શાળાના સ્ટાફ અને વાલીઓ વતી શાળાના આચાર્ય જગમાલભાઈ ભેટારીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMજામ્યુકોના એસ્ટેટ અધિકારીઓ ટાઉનહોલના સીટી બસ સ્ટેન્ડ પર એક નજર તો કરો..
January 24, 2025 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech