કાળાનાળા વિસ્તારમાં ચિલ્ડ્રન હોસ્પિટલ ધરાવતા ડોકટરે ફેસબુકમાં આવેલી શેર માર્કેટને લગતી એડની લીંકમાં જોડાઈ શેરબજારમાં ટ્રેડીંગના નામે સાઈબર ગઠીયાએ રોકાણ કરી કમાણી કરવાનું પ્રલોભન આપતા ડોક્ટરે ઓનલાઈન બેંક એકાઉન્ટમાં રૂા.50.89 લાખ એપ્લીકેશનમાં બતાવેલા બેંક એકાઉન્ટમાં કટકે કટકે મોકલતા રૂપિયા મેળવી લઈ સાઈબર ગઠીયાએ ડોકટર સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા ફરીયાદ નોંધાવા પામી છે.
શહેરના વિધ્યાનગર વિસ્તારમાં આવેલી બહેરા મુંગાની શાળા સામે રહેતા અને શહેરના કાળાનાળા વિસ્તારમાં વાત્સલ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે બાળકોના ડોકટર તરીકે મેડીકલ પેકટીસ કરતા ડો. રાજીવભાઈ મનહરલાલ ધંધુકીયાએ ભાવનગર સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. 20.6ના રોજ સોશીયલ મીડિયો પરથી એક શેરબજારને લગતી જાહેરાત જોવા મળતા અને તેમા વોટ્સઅપ ગૃપમાં જોઈન્ટ થયા બાદ તેમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડીંગની ટીપ્સ આવતી બાદ તેઓએ આફમાપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરતા ટ્રેડિંગ વિષે આઈપીઓ લાગશે અને ટ્રેડીંગ કરવાથી સ્ટોક ઓછા ભાવે મળે છે. નફો થશે તેવુ જણાવી તેની પાસે એપ્લીકેશન એકાઉન્ટ બનાવી વોટસએપમાં સ્ટોક એપ્લીકેશનમાંથી ખરીદ કરવા બેંક એકાઉન્ટ મંગાવતા તેઓએ તેના પિતા વિનોદભાઈ જોષીના એકાઉન્ટમાથી અલગ અલગ સમયે વિશ્વાસમાં આવી શેરબજારમાં ટ્રેડિંગના નામે રૂા. 50.89 લાખ બેંક એકાઉન્ટમાં તેની પાસેથી મેળવી લીધા હતા. બાદ તેઓને બેંક એકાઉન્ટમાં થોડી રકમનું વિડ્રોલ આપ્યુ હતું. બીજી વાર નાણા વિડ્રોલ કરવા રીકવેસ્ટ કરતા તેઓને ટેક્સ અને બીજા ચાર્જીસના વધુ પૈસા ભરવા પડશે તેમ કહી તેઓની રકમ વિડ્રોલ ન થવા દઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. બનાવ સંદર્ભે પોલીસે આઈપીસી, 406, 420, 419, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, કુલ કેસની સંખ્યા 4 થઈ
January 11, 2025 08:18 PMખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech