વિન્ટર સ્નેક્સ જે ઠંડી માં પણ ગરમી નો અહેસાસ કરવાશે

  • December 26, 2023 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકોની ફૂડ ક્રેવીંગ વધી જાય છે. આવી સ્થિતિમાં આ સિઝનનો આનંદ માણવા લોકો ગરમગરમ  ચા સાથે પકોડા ખાવાનું પસંદ કરે છે. જો કે હેલ્થ કોન્સીયસ લોકો માટે આજે અહી નાસ્તાના કેટલાક હેલ્ધી વિકલ્પો વિષે  જણાવીશું. જે ને તમારા ડાયટમાં ઉમેરવાથી  શરીર ગરમ રહેશે અને તમે મોસમી રોગોથી બચી શકો છો. શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા માટે તમે નાસ્તામાં પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરી શકો છો, જે ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થશે.
મખાના 
શિયાળામાં નાસ્તો કરવા માટે મખાના એ તમારા માટે આરોગ્યપ્રદ વિકલ્પ છે. તેનો ઉપયોગ કરીને તમે ઘણા પ્રકારના પૌષ્ટિક નાસ્તા બનાવી શકો છો. તે એક મહત્વપૂર્ણ શિયાળાનો નાસ્તો માનવામાં આવે છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે અને કેલરીની માત્રા ઓછી હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તે પાચન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
અખરોટ
પોષક તત્વોથી ભરપૂર અખરોટ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં તમારા શરીરને ગરમ રાખવા માટે તમે અખરોટને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. તેમાં હેલ્ધી ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે. અખરોટને મગફળી કે કાજુ સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે.
પોપકોર્ન 
પોપકોર્ન શિયાળામાં હેલ્ધી નાસ્તો છે. તેને ખાવાના ઘણા મોટા ફાયદા છે. તેમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ પૂરતી માત્રામાં મળી આવે છે. આ ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વજન ઓછું કરવામાં મદદ મળે છે.
 કેળાની બ્રેડ
પાકેલા કેળામાં પોટેશિયમ, વિટામિન સી અને વિટામિન બી6 જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે જે શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. તેનો ઉપયોગ કરીને  બ્રેડ બનાવી શકો છો. બનાના બ્રેડ એકદમ સ્વાદિષ્ટ હોય છે. શિયાળામાં નાસ્તા માટે પણ આ એક હેલ્ધી ઓપ્શન છે.
શક્કરિયા
શક્કરિયા સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેથી ભરપૂર છે. શિયાળા માટે આ એક ઉત્તમ નાસ્તાની આઇટમ છે. તેમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ પૂરતી માત્રામાં મળી આવે છે. તેનો ઉપયોગ તમે સલાડ કે સેન્ડવીચમાં પણ કરી શકો છો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application