માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ પણ વડાપ્રધાન મોદીના ત્રીજા શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. સોમવારના રોજ શપથ લીધાના બીજા દિવસે મુઇઝુએ દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે આ બેઠક થઈ છે. નવી સરકારની રચનાના થોડા કલાકો બાદ જ થયેલી આ બેઠક બંને દેશો વચ્ચેના સંબંધોને ફરી શરૂ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
નવી દિલ્હીમાં મોહમ્મદ મુઈઝૂને મળ્યા પછી, જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું કે આજે નવી દિલ્હીમાં માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મોહમ્મદ મુઈઝૂને મળીને ઘણો આનંદ થયો. ભારત અને માલદીવ સાથે મળીને કામ કરવા આતુર છીએ.
માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની છબી ભારત વિરોધી રહી છે. મુઈઝોએ તેમના ચૂંટણી પ્રચારના સમયથી જ ભારત વિરુદ્ધ ટિપ્પણી કરવાનું શરૂ કરી દીધું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન મુઈઝુએ 'ઈન્ડિયા આઉટ'નો નારો આપ્યો હતો અને જીત્યા બાદ તેણે માલદીવની ધરતી પરથી ભારતીય સૈનિકોની હાજરીને સંપૂર્ણપણે ખતમ કરી દીધી છે. જ્યારથી તેમની સરકાર સત્તામાં આવી છે ત્યારથી માલદીવ અને તેની દરિયાઈ સીમાઓમાં ચીનની દખલગીરી ઝડપથી વધી છે જે ભારત માટે ખતરાની નિશાની છે.
ભારત માટે માલદીવ શા માટે મહત્વનું છે?
માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે પરંતુ તાજેતરમાં આ સંબંધોમાં અંતર આવી ગયું છે. માલદીવ સમુદ્રની મધ્યમાં આવેલો નાનો દેશ છે પરંતુ તે ભારતની દરિયાઈ સરહદોની સુરક્ષા માટે વ્યૂહાત્મક અને મહત્વપૂર્ણ છે. માલદીવનું ભારતથી અંતર હિંદ મહાસાગરમાં ભારતીય સૈન્યની પકડ નબળી પાડી શકે છે. આ ઉપરાંત માલદીવ પણ ભારતીય પ્રવાસીઓની પહેલી પસંદ છે. આશા છે કે આ બેઠક બાદ ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો સુધરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech