ગોંડલનાં વાછરારોડ પર પરણીત પ્રેમી એવા કિશનને મળવા આવેલી પ્રેમિકા જલ્પા ગીરધરભાઇ ભાલીયાને કિશનની પત્નિ જીજ્ઞાએ માથાનાં ભાગે પાવડાનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી જીજ્ઞા પોલીસમાં હાજર થઇ ગઇ હતી.મૃતક રાજકોટનાં કોઠારીયા રણુજા મંદિર પાસે તેની માતા સાથે રહેતી હતી. કિશન સાથેનાં પ્રેમસંબંધને કારણે તેના પતિ સાથે છુટાછેડા થયા હતા.
હત્યાની ઘટનાનાં પગલે એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ.ડામોરે તપાસ હાથ ધરી હત્યા કરનાર જીજ્ઞાની પુછપરછ હાથ ધરી હતી. ગોંડલના લોકમેળામાં કિશન અને જલ્પાની આખં મળી હતી અને કરૂણ અંજામ આવ્યો હતો. પતિ કિશન ને મળવા આવેલી પ્રેમિકા જલ્પાને પાવડા નાં જનુની વાર કરી મોતને ઘાટ ઉતારનાર પત્નિ જીજ્ઞા પોલીસ સ્ટેશનમાં પુછપરછ સમયે શાંત મને અને નિશ્ચિંતતાથી જવાબ આપી રહી હોય પોલીસ પણ દિગમુઢ બની હતી.
ધારેશ્વર મહાદેવ મંદિર નજીક વાછરારોડ પર ધીભાઈ ઠુમરની વાડી કિશન પરસોતમભાઈ હાડાએ ભાગીયામાં વાવવાં રાખી અને માતાપિતા,પત્નિ જીજ્ઞા અને એક દિકરો અને એક દિકરીનાં પરીવાર સાથે રહેછે.
હત્યા નાં ગુન્હામાં પોલીસ હિરાસત માં રહેલી કિશનની પત્નિએ પોલીસ સમક્ષ કહ્યું કે, ધીરૂભાઈ ઠુંમરની વાડી વાવીએ છીેએ. લના સાત વર્ષ થયા.એક દિકરો અને એક દિકરીનો જન્મ થયો.જીંદગી ખુશહાલ હતી.પરંતુ દોઢ વર્ષ થી પતિ કિશન ને રાજકોટ ની જલ્પા સાથે પ્રેમસંબધં બંધાયો હતો.પહેલા તો આ વાતની મને ખબર નહોતી.પણ મોબાઇલ પર અવારનવાર બન્ને વચ્ચે વાતચીત થતી અને જલ્પા કિશન ને મળવા વાડીએ પણ આવતી હતી.મને શંકા હોવા છતા હત્પં ચુપ હતી.દરમિયાન બન્ને ત્રણેક માસ પહેલા ઘરેથી નાશી છુટાં ત્યારે પોતાનો પતિ પરક્રી નાં પ્રેમ માં ઓતપ્રોત થયાનું સમજાયું હતું. તે પછી બન્ને પોલીસ માં પકડાઇ ગયા બાદ પતિ કિશન ઘરે આવવાને બદલે જલ્પા સાથે રાજકોટ રહેતો હતો.હાલ અઢી મહીનાથી કિશન ઘરે પરત ફર્યેા હતો.ત્યાર પછી પણ કિશન અને જલ્પાનો પ્રેમ યથાવત હતો.કોઇ બહાને એ ગોંડલ આવતી અને કિશન ને મળતી હતી.જલ્પા તેના સાસરેથી કિશન સાથે ભાગી ગયા બાદ તેનાં પતિએ છુટાછેડા આપી દીધા હતા.જેથી જલ્પા હવે આઝાદ હતી.
પતિ કિશન નાં પ્રેમ પ્રકરણ ને લઇ ને પતિ પત્નિ વચ્ચે અનેકવાર જગડા થતા હતા.મા જીવન બરબાદ થઇ રહ્યુ હતુ. શનિવાર બપોરે જલ્પા કિશન ને મળવા વાછરારોડ વાડીએ આવી હતી.વાડીએ જીજ્ઞા તેનો પતિ કિશન, સાસુ અને બન્ને બાળકો હાજર હતા.
જલ્પા આવ્યાની જાણ જીજ્ઞાને થતા જલ્પા સાથે ઉગ્ર બોલાચાલી થઈ. આ સમયે કિશનને ઝગડશો તો હત્પં મરી જઈશ તેવી ગર્ભિત ચીમકી આપી હતી. જલ્પાનાં માથાનાં ભાગે પાવડાનાં આડેધડ ઘા માર મારી હત્યા કરી હતી. દ્રશ્યો જોઈ કિશન નાસી ગયો હતો. બનાવ અંગે પીઆઇ ડામોર તથા રાઇટર ખોડુભા જાડેજા તપાસ ચલાવી રહ્યાછે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોડની પૂરક પરીક્ષામાં ધો. 10 ના વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડના બદલે બેઝિક ગણિત રાખી શકશે
May 14, 2025 10:25 AMખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMશું વેચાવા જઈ રહી છે યસ બેંક? જાપાનની આ બેંક ખરીદશે હિસ્સેદારી
May 13, 2025 07:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech