વંથલીના બંધડા ગામે પત્નીએ તેના જ ઘરમાંથી દાગીના ચોરી લીધા
વંથલીના બંધડા ગામે પત્નીએ તેના જ ઘરમાંથી દાગીના ચોરી લીધા
April 21, 2026 02:57 PM
જૂનાગઢ વંથલી પોલીસ સ્ટેશનમાં ચોરીની ચોકાવનારી ફરિયાદ નોંધાઈ છે. સીમતં પ્રસગં પૂર્ણ થયા બાદ માવતરે ગયેલી પત્નીએ પતિના ઘરમાંથી .૩.૯૦ લાખના સોનાના દાગીના ચોરી કરી તેના ભાઈને પિયાની જર હોવાથી આપી દીધાના બનાવ અંગે પતિએ પત્ની અને તેના સાળા વિદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે વધુ વિગત મુજબ વંથલી તાલુકાના બંધાળા ગામે રહેતા અને ખેતી કામ કરતા જતીન હરસુખભાઈ સોલંકીના પત્ની જાનવીનો તા.૪ જાન્યુઆરીએ સીમતં પ્રસગં હતો. પ્રસગં પૂર્ણ થયા બાદ બીજા દિવસે પત્ની તેના દાગીના સાથે માવતરે ગયેલ હતી. ત્યારબાદ જતીનભાઈના માતા મધુબેને થોડા દિવસો બાદ કાકાને ત્યાં લ પ્રસગં હોવાથી સોનાનો પોચો જોવા માટે માગ્યો હતો. જેથી જતીનભાઈએ તિજોરીમાં તપાસ કરતાં તેમાં પોચો અને કાનની બુટી ન મળી તેથી દાગીના બાબતે પત્ની જાનવીને પૂછતા પત્નીએ દાગીના મામલે કાંઈ ખ્યાલ ન હોવાનું જણાવ્યું હતું. જેથી પત્નીને ફોટો મોકલવાનું જણાવતા પત્નીએ કાંઈ જવાબ ન આપતા જતીનભાઈને તેની પત્ની પર જ શંકા ગઈ હતી. અને જતીનભાઈએ સસરાના ઘરે પહોંચી પત્નીની પૂછપરછ કરતા પોતાના દાગીના સાથે બાના દાગીના પણ સાથે લાવી હોવાની કબુલાત કરી હતી. અને ભાઈ પ્રિતેશને પિયાની જર હોવાથી બધા દાગીના તેને આપ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી વંથલી પોલીસ સ્ટેશનમાં જતીનભાઈએ .૩.૯૦ લાખના સોનાના દાગીનાની ચોરી કર્યા અંગે પત્ની અને તેના સાળા વિદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે