મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું છે કે સરકારી કર્મચારીની પત્ની પણ અપ્રમાણસર સંપત્તિના કેસમાં સંડોવાયેલ છે, તેથી તેને પણ સજા થવી જોઈએ. આ કેસમાં મુખ્ય આરોપી પતિ મૃત્યુ પામ્યો છે જે બાદ પત્નીને ૧ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. પત્નીએ આ સજાને કોર્ટમાં પડકારી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે 'ભ્રષ્ટ્રાચારની શઆત ઘરથી થાય છે અને જો ગૃહિણીઆ ભ્રષ્ટ્રાચારમાં સહભાગી હશે તો તેનો કયારેય અતં આવશે નહિ.'
અહેવાલ મુજબ, ન્યાયમૂર્તિ કેકે રામકૃષ્ણને તિચીમાં ભ્રષ્ટ્રાચાર વિરોધી કેસ માટે વિશેષ અદાલત દ્રારા દેવનાયકીને આપવામાં આવેલી એક વર્ષની જેલની સજાને રદ કરવાનો ઇનકાર કર્યેા હતો. દેવનાયકીના પતિ વિદ્ધ ૨૦૧૭માં કેસ નોંધવામાં આવ્યો હતો, યારે તેના એસઆઇ પતિ શકિતવેલનું પાછળથી મૃત્યુ થયું હતું. પરંતુ કોર્ટ દ્રારા આપવામાં આવેલી સજા સામે શકિતવેલની પત્ની દેવનાયકીએ અપીલ કરી હતી, પરંતુ કોર્ટે અપીલ ફગાવી દીધી હતી અને આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.
મદુરાઈ હાઈકોર્ટે કહ્યું, સરકારી કર્મચારીની પત્નીની ફરજ છે કે તે તેના પતિને લાંચ લેતા અટકાવે. જીવનની મૂળ ફિલસૂફી લાંચથી દૂર રહેવાની છે. જો કોઈ લાંચ લે છે, તો તે અને તેનો પરિવાર બરબાદ થઈ જશે. જો તેઓએ ખોટી રીતે મેળવેલ પૈસાનો આનદં માણ્યો હોય, તો તેઓએ ભોગવવું પડશે.
આ દેશમાં ભ્રષ્ટ્રાચાર અકલ્પનીય રીતે ફેલાયેલો છે. ભ્રષ્ટ્રાચારની શઆત ઘરથી થાય છે અને જો ઘરની મહિલાઓ જ ભ્રષ્ટ્રાચારમાં ભાગીદાર હોય તો ભ્રષ્ટ્રાચારનો કોઈ અતં આવશે નહી. દેવનાયકીએ ગેરકાયદેસર રીતે મળેલા પૈસાનો ફાયદો ઉઠાવ્યો અને હવે તેને સજા ભોગવવી પડશે.
હાઇકોર્ટે અવલોકન કયુ હતું કે તિચી ડીવીએસી પોલીસે શકિતવેલ અને તેની પત્ની સામે ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનિયમ હેઠળ આવકના જાણીતા ક્રોતોથી અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવાના આરોપમાં કેસ નોંધ્યો હતો, જેની અંદાજિત કિંમત ૬.૭૭ લાખ છે. કેસ પેન્ડિંગ દરમિયાન શકિતવેલનું મૃત્યુ થયું હતું. કોર્ટે શકિતવેલની પત્નીને દોષિત ઠેરવી એક વર્ષની કેદ અને ૧૦૦૦ પિયાનો દડં ફટકાર્યેા હતો. હાઈકોર્ટે કહ્યું કે, ટ્રાયલ જજ દ્રારા ફટકારવામાં આવેલી સજામાં કોઈ દખલ ન થવી જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech