હોળી તાપીને ઠંડી વિદાય લેતી હોય છે તેવી માન્યતા આ વર્ષે સાચી ઠરી નથી અને ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહથી જ ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેમ ગરમીનું જોર વધી ગયું છે. એપ્રિલ- મે માસમાં હોય તેટલી ગરમી અત્યારે પડી રહી છે. રાજકોટમાં રવિવારે મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી હતું જે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે.
પૂર્વ, પૂર્વોત્તર અને દક્ષિણના રાજ્યોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. પરંતુ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો એવા પણ છે કે ત્યાં ઉનાળા જેવી ગરમી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ભુજ સુરેન્દ્રનગર મહુવા કેશોદ સુરત વડોદરા ડીસા અને અમદાવાદમાં મહત્તમ તાપમાન નો પારો 35 થી 37 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. સુરતમાં 37 ભુજમાં 36.1 સુરેન્દ્રનગર માં 36.7 મહુવામાં 36 કેશોદમાં 35.5 અમદાવાદમાં 35 ડીસામાં 35.7 અને વડોદરામાં 35.2 ડિગ્રી મહત્તમ તાપમાન રવિવારે નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગરમીમાં રાહત મળે તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી અને મહત્તમ તથા લઘુતમ તાપમાનનો પારો સામાન્યથી એકાદ બે ડિગ્રી હજુ વધશે તેવું લાગે છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર કરી ગયું છે દ્વારકામાં 31.5 પોરબંદરમાં 34.5 વેરાવળમાં 31.1 મહુવામાં 36 સુરતમાં 37 ભુજમાં 36.1 નલિયામાં 34.2 અને ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એમાંથી પસાર થતાં સાઈકોનિક સર્ક્યુલેશનને કારણે જમ્મુ કશ્મીર લદાખ આસામ અરુણાચલ અંદામાન નિકોબાર સહિત અનેક સ્થળોએ વરસાદ પડી રહ્યો છે. વેસ્ટર્નના ડિસ્ટર્બન્સની આ સિસ્ટમમાં તારીખ 25 થી 28 દરમિયાન અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચાઈને તેમાં ભળવાની પ્રક્રિયા શરૂ થશે અને તેના કારણે કોકણ ગોવા તથા કોસ્ટલ કર્ણાટકમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ અનુભવાશે તેમ પણ હવામાન ખાતા દ્વારા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં ઈલોન મસ્કની સ્ટારલિંકનો માર્ગ મોકળો, સેટેલાઇટ ઇન્ટરનેટ લાઇસન્સ મળ્યું
June 06, 2025 05:09 PMઅનુસૂચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન
June 06, 2025 03:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech