રાજુલીની પરિણીતા રાજકોટ સ્થિત માસીના દીકરામાં ઘરે હતી ત્યારે બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિણીતાના સાવરકુંડલા રહેતા માવતરને જાણ કરવામાં આવતા રાજકોટ દોડી આવ્યા હતા અને રાજુલામાં રહેતા સસરા પક્ષ ઉપર આક્ષેપ કર્યો હતો કે, પુત્રીને સાસુ, નણંદ અને જેઠાણીએ મળી સવા વર્ષ પહેલા એસિડ પીવડાવી દીધું હતું અને ત્યારે તેને મહુવા, ભાવનગર, સુરત એમ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઈ હતી. અમને બનાવની એક મહિના પછી જાણ થતા દીકરીને ઘરે લાવ્યા હતા ને ચારેક દિવસથી રાજકોટ માસીના દીકરાના ઘરે રોકાવા માટે આવી હતી.માવતર પક્ષે વધુમાં ચોંકાવનારા આક્ષેપોમાં કહ્યું હતું. દીકરીને સસરો ખરાબ નજરથી જોતો હતો અને જમાઈ પણ સાથ આપતો હતો. બનાવ બન્યો ત્યારે પિતા-પુત્ર દુકાને ચાલ્યા ગયા હતા અને પાછળથી દીકરીને એસિડ પીવડાવી દીધું હતું.
પ્રાપ્ત વિગત મુજબ રાજુલામાં ભેરાઇ રોડ પર આવેલા નાના સ્વામિનારાયણ મંદિર પાસે સાસરું ધરાવતી પ્રિયાબેન યશભાઈ ટાંક (ઉ.વ.21) નામની પરિણીતા ચારેક દિવથી રાજકોટના કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે હાઉસીંગમાં બોર્ડના ક્વાર્ટરમાં રહેતા માસીના દીકરા સુમિત જગદીશભાઈ કાચાના ઘરે આટો દેવા આવી હતી ત્યારે ગઈકાલે અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તેણીએ દમ તોડી દીધો હતો. બનાવની જાણ સાવરકુંડલા રહેતા પિતા કિશોરભાઈ નાથાભાઈ ગોહેલને કરવામાં આવતા પરિવારજનો રાજકોટ દોડી આવ્યા હતા અને પુત્રીનો નિષ્પ્રાણ દેહ જોઈ કલ્પાંત સર્જયો હતો. પુત્રીના મોત અંગે પિતા કિશોરભાઈએ રાજુલા રહેતા જમાઈ, દીકરીના સાસુ, સસરા, દેરાણી અને જેઠાણી સામે ચોંકાવનારા આક્ષેપો કયર્િ હતા. કિશોરભાઈએ આક્ષેપો સાથે જણાવ્યું હતું, કે પુત્રીના લગ્ન બે વર્ષ પહેલા રાજુલામાં રહેતા અને મહાદેવ મોલ નામથી પ્રખ્યાત પ્લાસ્ટિકનો શો રૂમ ધરાવતા યશ કિશોરભાઈ ટાંક સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન થોડા મહિના સુધી બરાબર ચાલ્યું હતું. બાદમાં દીકરીનો સસરો વિકૃત મગજનો હોવાથી તેને ખરાબ નજરથી જોતો હતો અને જેઠાણી સાથે પણ આવું વર્તન કરતો હોવાનું દીકરીએ જણાવ્યું હતું. જેમાં જમાઈ યશ પણ સાથ આપતા હતા. સવા વર્ષ પહેલા જમાઈ અને તેના પિતા મોલએ ચાલ્યા ગયા હતા ત્યારે દીકરી ઘરે હતી એ સમયે સાસુ ભાવનાબેન, નણંદ કોમલબેન અને જેઠાણી અસ્મિતાબેનને સાથે મળી એસિડ પીવડાવી દીધું હતું અને કહ્યું હતું કે, હોસ્પિટલએ જવું હોઈ તો એસિડ પોતાની મરજીથી પીધું હોવાનું લખાણ કરી તેમાં સહી કરી દેવાનું કહેતા પુત્રીએ લખાણ કરી સહી કરી દીધી હતી બાદમાં તેને પ્રથમ મહુવા બાદ ભાવનગર અને ત્યાંથી સુરત એમ જુદી જુદી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી અને આ અંગેની જાણ અમને એક મહિને કરવામાં આવી હતી.
દીકરી પાસે જતા તેણીએ પોતા સાથે જે બન્યું તે હકીકત જણાવતા અમે પોલીસમાં જે તે સમયે અરજી પણ કરી હતી. પરંતુ કાંઈ થયું નહતું. બાદમાં દીકરી અમારા ઘરે જ રહેતી હતી. પિતાના આક્ષેપોને પગલે બનાવ જે તે સમયે રાજુલામાં બન્યો હોઈ આથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાજુલા પોલીસને જાણ કરતા પોલીસે રાજકોટ પહોંચી જરૂરી કાર્યવાહી કરી આક્ષેપોના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech