BREAKING NEWS

જૂનાગઢમાં જ અમિતને ધમકી આપી લખાણ કરાવ્યાની પત્નીની ફરિયાદ

  • January 21, 2026 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં ક્રશર પેઢીના ભાગીદારોએ બાર ટકા વ્યાજની લાલચ આપી કરોડો પિયાનું રોકાણ કરાવી છેતરપિંડી આચરતા વડાલીયા ફ્રત્પડ ના માલિકે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા એક પછી એક ભોગ બનનાર વેપારીઓ અને ઉધોગપતિઓ ભોગ બન્યા નું સામે આવતા ચકચાર જાગી છે ત્યારે આરોપી અમિત ભાણવડિયાએ જુનાગઢમાં એક લેખિત ફરિયાદ અરજી કરી હતી જેમાં રોકાણકારો તેમજ તેના જ ભાગીદારે તેની ઓફિસ પડાવી લીધા અને પોતાની જાન પર ખતરો હોવાના આક્ષેપ કર્યા હતા જેના ત્રણ દિવસ બાદ અમિતની પત્નીએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી હતી એમાં અમિત નું રાજકોટની કોર્ટમાંથી અપહરણ કરી લઈ ગયા બાદ માર મારી મિલકતના લખાણ તેમજ પ્રોમિસરી નોટ લખાવી લીધા ના પાંચ જેટલા રાજકોટના શખસો સામે ફરિયાદ કરતા ચકચાર જાગી છે.
સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ અમિત ભાનવડિયાએ જુનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ૧૪ ૧ ૨૬ ના રોજ લેખિત ફરિયાદ કરી હતી જેમાં તે વિજય માકડીયા સાથે શિવહાઉસ નામની બિલ્ડિંગમાં ફાઇનાન્સ ને લગતો વ્યવસાય કરતા હોવાનું તેમજ શિવહાઉસ માટેની જમીન વિજય માકડીયા તથા જયરાજસિંહ રાણા કંથારીયા અને સંજય ગવાર એ સંયુકત ભાગીદારીમાં મિત્ર ડોકટર બીરજુ પટેલ ના નામે ખરીદ કરી હતી.
તેમજ વિજય માકડીયા તેમાં જયરાજસિંહ રાણા અને અન્ય પાંચ એક વ્યકિતઓ એ સંયુકતમાં સ્ટોન ભડીયા અલગ અલગ પેઢીમાં ભાગીદારીમાં ધંધો કરતા હોવાનું પરંતુ આ ધંધામાં કોઈ કારણ ફોટા આવતા લેણદારોના ત્રાસથી અને પોતાના પરિવાર સાથે રાજકોટ છોડી ઓડીશા જતો રહ્યો હતો પરંતુ રાજકોટની અત્યારના કેસમાં કોર્ટ મુદ્દતે ૧૩ ૧ ૨૬ ના રોજ આવ્યો હોય પોતાના પર જોખમ હોવાથી પ્રતિપાલસિંહ રાણા સાથે પોતે જુનાગઢ જતો રહ્યો હતો અને પોતાના સમાજના અગ્રણી નિલેશ ધુલેશિયા ને મળી પોતાના પર જોખમ હોવાનું અને ધમકીઓ આવતી હોવાનું કહ્યું હતું તેમજ રાજકોટ ખાતેની ઓફિસમાં જઈ રહ્યા છીએ કબજો કરી લીધો હોવાનો આક્ષેપ કર્યેા હતો તેમ જ જયરાજસિંહ રાણા મને ગમે ત્યારે ધ્યાનથી મારી નાખશે જેથી રાજકોટમાં મારા પર જોખમ છે તેવી ડિવિઝન પોલીસ જુનાગઢમાં અમિતે અરજી આપી હતી.
તો બીજી તરફ આ અરજી આપ્યાના ત્રીજા દિવસે અમિત ની પત્ની મમતા ભાણવડિયાએ રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકમાં એક લેખિત ફરિયાદ કરી પ્રતિપાલસિંહ ઝાલા કુંજ કેતનભાઇ ધુલેશિયા નિલેશ ભાઈ ધુલેશિયા જુનાગઢ અમિત કાલાવડીયા સામે આક્ષેપક કરતા જણાવ્યું હતું કે લેણદારોના ત્રાસના કારણે છેલ્લા સાત આઠ માસથી રાજકોટ છોડી દીધું છે.
ગત તારીખ ૧૩ ૧ ૨૬ ના રોજ પતિ અમિત ની જામીનની અરજી કરવા માટે રાજકોટ કોર્ટમાં કોર્ટ મુદ્દતે આવ્યા હતા ત્યારે જામનગર રોડ નવી કોર્ટ ખાતે સવારે ૧૧:૧૫ મિનિટે પ્રતિપાલસિંહ ઝાલા નો ડ્રાઇવર બળજબરીથી અમિતને ગાડીમાં બેસાડી અપરણ કરી તેના ઘરે લઈ ગયો હતો ત્યાંથી આ તમામ લોકોએ અમિતને જુનાગઢ નિલેશિયાની ઓફિસે લઈ ગયા હતા યાં રાત રોકાયા હતા.
ત્યારબાદ ૧૪ એકના સવારે બળજબરીથી અમિત પાસે ફરિયાદ લખાવી હતી જેમાં જયરાજસિંહ રાણા રાજકોટવાળાએ તેના ઈશાની મિલકતો લખાવી લીધેલ છે અને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપે છે તેમજ ડરના કારણે હત્પં જુનાગઢ થી ફરિયાદ કં છું તેવી બળજબરીથી ફરિયાદ લખાવી હતી તેમજ જૂનાગઢના એક પોલીસ સ્ટેશનની ચેમ્બરમાં એક અધિકારીની સામે બેઠા હોય જેથી કોઈ સાથે વાત કરી શકેલ નહીં તેઓ અમિત ની પત્નીએ અરજીમાં આક્ષેપ કર્યેા છે.
આમ જયરાજસિંહ રાણા વિદ્ધ ફરિયાદ કરી આપ એટલે જવા દેશું તેવું કહ્યું હતું આ ઉપરાંત અમિત ભાનવડિયા પાસે રહ્યા સર્વે નંબર ૨૬ ની જમીન ના પાંચ જેટલા લખાણો બળજબરીથી કરાવી પારેખ એન્ડ પારેખ નોટરી પાસે લઈ જઈ નિયમિત કાલાવડીયા ના નામની ૬૦ લાખની તથા પ્રતિપાલસિંહ ઝાલા ના નામની ૪.૩૨ કરોડની પ્રોમિસારી નોટનું લખાણ કરાવી લીધા ના તેમજ વિજય માકડીયા નો ૧૦% નો હિસ્સો તમને આપી દેશું તેવું વિડિયો રેકોડિગ કુંજ ધુળેસીયા એ મોબાઇલમાં કરેલ હતું.
ત્યારબાદ અમિતને મુકત કરવામાં આવ્યો હતો અને રાજકોટ ખાતે પ્રતિપાલસિંહ ઝાલા કપિલ વાજા બ્રિજેશ ફળદુ ધીભાઈ ભાલોડીયા અને અન્ય એક વ્યકિતએ અમિતને માલીયાસણ ચોકડી નજીક ઉતારી દીધો હતો પતિ પરત આવ્યા બાદ સમગ્ર ઘટના અંગે વાત કરતા આ અંગે અમિત ની પત્નીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરતા આ અંગે પણ તપાસનો ધમધમાટ શ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application