રાજકોટમાં હસનવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ થાનગઢમાં પિતાના ઘરે એસિડ પી લેતા તેને સારવાર માટે રાજકોટની સરકાર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અહીં સારવાર કારગત નીવડે તે પૂર્વે તેનું મોત થયું હતું. પરિણીતા થાનગઢમાં પિતાની ખબર પુછવા ગઇ હતી.ત્યારે કપડા ધોવા બાબતે પતિ સાથે સામાન્ય ઝઘડો થતા આ બાબતે લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.બનાવને લઇ પરિવારમાં શોક છવાય ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુબજ, રાજકોટમાં ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલા હસનવાડીમાં રહેતી પાયલબેન વિશાલભાઈ દલવાણી (ઉ.વ 25) નામની પરિણીતા થાનગઢમાં માવતરના ઘરે હતી ત્યારે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારાવર બાદ મોત થયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુબજ, પાયલને સંતાનમાં એક પુત્ર છે.પરિણીતા થાનગઢ રહેતા પિતાના પથરીના ઓપરેશન બાદ પતિ સાથે ખબર અંતર પૂછવા ગઈ હતી જ્યાં કપડા ધોવા જેવી બાબતે તેને પતિ સાથે બોલાચાલી થતા આ બાબતે લાગી આવતા આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી ચૂંટણી વચ્ચે કોંગ્રેસે યુવાનો માટે કરી મોટી જાહેરાત, દર મહિને મળશે 8500 રૂપિયા
January 12, 2025 03:18 PM'જો તમે આ કામ કરાવી આપો તો હું ક્યારેય ચૂંટણી નહીં લડું...' કેજરીવાલે અમિત શાહને કર્યો ચેલેન્જ
January 12, 2025 02:15 PMટ્રુડોના રાજીનામા પછી કેનેડામાં કોણ સંભાળશે સત્તા? હવે ભારતીય મૂળની અનિતા પણ રેસમાંથી બહાર
January 12, 2025 01:18 PMશિયાળામાં મેકઅપની આ ભૂલો બગાડી શકે સંપૂર્ણ લુક
January 12, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech