સાસરિયાઓ દેહજમાં બે લાખની માગણી કરતા પરિણીતાએ આપઘાત કર્યેા'તો

  • February 06, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે ભારતનગરમાં રહેતી બિહારી પરિણીતાએ ૨૦ દિવસ પૂર્વે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યેા હતો. આ મામલે પરિણીતાની માતાની ફરિયાદ પરથી પરિણીતાના પતિ સહિતના સાસરિયાઓ સામે મરવા મજબૂર કર્યા અંગેનો ગુનો નોંધાયો છે. પતિ સહિતનાઓ દેહજમાં પિયા બે લાખની માંગણી કરી ત્રાસ આપતા હોય જેથી પરિણીતાએ આ પગલું ભરી લીધું હતું.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, બિહારમાં છપરા જિલ્લાના હત્પસેનપુર ડબરા પાર્કમાં રહેતા અનુરાધા દેવી સુનિલકુમાર જમાદારસિંહ (ઉ.વ ૫૭) નામના મહિલાએ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે ભારતનગર શેરી નંબર ૨ માં રહેતા દીકરીના પતિ સુરજસિંગ ઓમપ્રકાશસિંગ,સસરા ઓમપ્રકાશસીંગ બંસીસિંગ, સાસુ સોના દેવી જેઠ રાજેશ સિંગ અને જેઠાણી પ્રિયંકા દેવીના નામ આપ્યા છે.



મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓને સંતાનમાં એક પુત્ર અને છ પુત્રી છે જેમાં સૌથી નાની દીકરી મનીષા દેવી(ઉ.વ ૨૦) ના લ જૂન ૨૦૨૧ માં સુરજસિંગ સાથે થયા હતા મનીષાએ ગત તારીખ ૧૭૧૨ ૨૦૨૩ ના સાસરીયા ના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.મહિલાએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ ૨૦૨૩ માં તેમની દીકરી મનીષા અહીં માવતરના ઘરે બિહાર આવી હતી ત્યારે તેણે પોતાની મોટી બહેન સાથે વાત કરી હતી કે,મારા લના થોડા મહિના બાદ મને મારા પતિ સુરજસિંગ, સસરા, સાસુ, જેઠ, જેઠાણી સહિતનાઓ અવારનવાર કહે છે કે તું તારા લ સમયે કોઈ દહેજ કે દાગીના કે ઘરેણા લાવી નથી. જેથી તું તારા પિયરમાંથી બે લાખ પિયા મંગાવી લે હત્પં તેને કહત્પં છું કે મારા માતા–પિતા ગરીબ છે અને હવે તેમની પાસે કોઈ પૈસા નથી છતાં આ લોકો મને કહે છે કે, તારા માતાપિતા અમોને પૈસા નહીં આપે તો અમે તારા શું હાલ કરીશું તે તું જાણતી નથી. આમ નાની નાની વાતમાં દહેજ બાબતે મેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા હોય જેનાથી કંટાળી જઇ મનીષાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે પરણીતાના પતિ સહિતના સાસરિયાઓ સામે આઇપીસીની કલમ ૩૦૬, ૪૯૮(ક),૧૧૪ અને દહેજ પ્રતિબધં અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application