યાજ્ઞિક રોડ પહોળો કરવાનું 40 વર્ષથી પેન્ડિંગ

  • December 07, 2023 03:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા દ્વારા ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે કરોડો રૂપિયાને ખર્ચે ગમે તેટલા ઓવર બ્રિજ, અન્ડર બ્રિજ, ટ્રાફિક સર્કલ કે ટ્રાએન્ગલ બનાવાય તો પણ ટ્રાફિક સમસ્યા ઉકેલાતી નથી, ફક્ત એવું જ નથી કે વસતી, વિસ્તાર અને વાહનો વધ્યા છે માટે ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે પરંતુ અંતિમ સત્ય પ્લાનિંગ અને એન્ફોર્સમેન્ટનો અભાવ છે. રાજકોટના પોશ બજાર વિસ્તાર ડો.યાજ્ઞિક રોડ ઉપર આજથી અંદાજે 40 વર્ષ પૂર્વે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ મુકવામાં આવી છે, મહાપાલિકા દ્વારા તત્કાલિન સમયથી જ જો તેની ચુસ્ત અમલવારી કરવામાં આવી હોત તો હાલમાં યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિકની જે ગંભીર સમસ્યા જોવા મળી રહી છે તેટલી હદે વધી ન હોત તે વાસ્તવિકતા છે.


યાજ્ઞિક રોડ ઉપર લગભગ 1983માં લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ જાહેર કયર્િ બાદ 2023 સુધી ફક્ત ફીફા ખાંડતા ટ્રાફિક સમસ્યા લગાતાર વધી રહી છે અને હજુ આજથી આગામી 10 વર્ષ પછી યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિકની શું સ્થિતિ હશે તેની કલ્પ્ના કરવી મુશ્કેલ છે. (આશ્ચર્યજનક વાત તો એ છે કે યાજ્ઞિક રોડ ઉપર એલઓપી 1983માં મુકાઇ કે 1987માં તે પણ વોર્ડના સ્ટાફને ખ્યાલ નથી ! પરંતુ બિન સત્તાવાર જાણકારોના મતે 1983માં એલઓપી મુકાઇ હતી !


મહાપાલિકાએ ડીએચ કોલેજ કેમ્પસનો હોસ્ટેલ તરફનો હિસ્સો (નાગર બોર્ડિંગની સામેનો હિસ્સો) કપાત કરી સૌપ્રથમ યાજ્ઞિક રોડને સમાંતર રામકૃષ્ણ નગરનો બગીચાવાળો રોડ પહોળો કર્યો ત્યારબાદ પણ સમસ્યા નહીં ઉકેલાતા ડીએચ કોલેજ અને લો કોલેજ કેમ્પસનું ગ્રાઉન્ડ કપાત કરી તદ્દન નવો જ ડો.દસ્તુર માર્ગ બનાવ્યો પણ ડો.યાજ્ઞિક રોડ પહોળો ન કર્યો તે ન જ કર્યો ! અલબત્ત મ્યુનિ.સૂત્રો મુજબ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટની અમલવારી બે પ્રકારે થતી હોય છે જેમાં એક તાત્કાલિક અસરથી અમલવારી થતી હોય છે અને બીજા પ્રકારમાં જ્યારે નવા બિલ્ડીંગ પ્લાન મુકાય ત્યારે માર્જિન પાર્કિંગમાં વધુ જગ્યા મુકાવી લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટની અમલવારી કરાવવામાં આવતી હોય છે. યાજ્ઞિક રોડના કિસ્સામાં નવા બિલ્ડીંગ પ્લાન મુકાય ત્યારે લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટની અમલવારી કરાવાય છે. અહીં તાત્કાલિક અસરથી કપાત કરીને રસ્તો પહોળો કરવો તે રીતે અમલ કરાયો નથી ! હવે તો એવી સ્થિતિ સર્જાઇ ગઇ છે કે કદાચ તંત્ર ઇચ્છે તો પણ તાત્કાલિક અસરથી કપાત કરીને રસ્તો પહોળો કરી શકે તેમ નથી અને જો એવું કરવા જાય તો યાજ્ઞિક રોડના તમામ બિલ્ડીંગ કપાત થાય અને ભારે હોબાળો મચી જાય !


યાજ્ઞિક રોડ પહોળો કરવાની વાત તો દૂર યાજ્ઞિક રોડ જ્યાંથી શરૂ થાય તે માલવીયા ચોકથી ત્રિકોણબાગ ચોક સુધીનો રોડ પહોળો કરવા માટે પણ લાઇન ઓફ પબ્લિક સ્ટ્રીટ લાગુ કરાઇ છે પરંતુ તે રસ્તો પણ પહોળો કરાયો નથી. આ માટે તો ચાલું નાણાંકીય વર્ષ 2023-2024ના બજેટમાં પણ જોગવાઇ દશર્વિાઇ છે. માલવિયા ચોકથી ત્રિકોણબાગ સુધીનો અંદાજિત 400 મીટર લંબાઇનો રોડ પહોળો કરવા માટે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ અંતર્ગત 16 મીટરના હયાત રોડને 22 મીટર પહોળો કરવાનો છે, જેમાં કુલ અંદાજે 1612 ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની થાય છે.
મહત્વપૂર્ણ છે કે હાલમાં જે રીતે કાલાવડ રોડ પહોળો કરવા તાત્કાલિક કપાત કરાય તેવુ યાજ્ઞિક રોડ ઉપર વર્ષો પૂર્વે કરાયું હોત તો કદાચ ટ્રાફિક સમસ્યા આટલી ગંભીર બની ન હોત ! ટ્રાફિક સમસ્યાના મૂળ પ્લાનીંગના અભાવમાં રહેલા છે, ટ્રાફિક પોલીસનું કામ તો ફક્ત એન્ફોર્સમેન્ટનું છે પરંતુ નીતિ નિધર્રિણ અને આયોજનની જવાબદારી તો મહાપાલિકા તંત્રની જ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application