બાળપણમાં હ્રીતિક રોશનનાં કારણે તેમના પિતાને ઘરે કેમ બોલાવી પડી હતી પોલીસ  

  • August 22, 2024 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટર હ્રીતિક રોશન ખૂબ જ શાંત વ્યક્તિ છે. તે બાળપણમાં તોફાની બાળક જેવો રહ્યો નથી. જેના કારણે તેના માતા-પિતાને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. પરંતુ એકવાર હૃતિકે કંઈક એવું કર્યું જેના કારણે તેના પિતા રાકેશ રોશને ઘરે પોલીસ બોલાવવી પડી હતી. આ વાતનો ખુલાસો ખુદ રાકેશ રોશને કપિલ શર્મા શોમાં આ વાત જણાવી હતી.


હ્રીતિક રોશન જ્યારે તેના પિતા રાકેશ રોશન સાથે ફિલ્મ કાબિલના પ્રમોશન માટે કપિલ શર્મા શોમાં ગયાં હતાં. ત્યારે કપિલે પૂછ્યું કે શું હ્રીતિક બાળપણમાં તોફાની હતો તો તેણે કહ્યું તે ખૂબ જ શાંત હતો. જો કે, તે પછી એક ઘટના જણાવી હતી. રાકેશ રોશને કહ્યું કે એકવાર હું ઘરે પાછો આવ્યો તો હૃતિક ઘરમાં ક્યાંય મળ્યો ન હતો. તેને ખ્યાલ નહોતો કે તે ઘરે આવીને મૂવી જોઈ રહ્યો છે. ઘરના તમામ રૂમની તપાસ કરી હતી. બેડરૂમનું તાળું હતું અને તેની પાસે ચાવી હતી તેથી તેણે તપાસ કરી ન હતી.


રાકેશ રોશને કહ્યું 2-3 કલાક થઈ ગયા પછી તે મળ્યો ન હતો તેથી તેણે પોલીસને ફોન કર્યો. તે પછી રિતિકે કહ્યું કે તે તેની માતાના રૂમમાં સુપરમેન વર્સીસ બેટમેન એનિમેશન ફિલ્મ જોઈ રહ્યો હતો. રિતિકે કહ્યું કે તે રૂમની બારીમાંથી અંદર ગયો હતો અને આરામથી મુવી જોઈ રહ્યો હતો.


હૃતિક રોશન પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે. તે લાંબા સમયથી અભિનેત્રી સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંને ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હ્રીતિક છેલ્લે દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ફાઈટરમાં જોવા મળ્યો હતો. હવે ચાહકો તેના વોર 2 અને ક્રિશ 4ની રાહ જોઈ રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News