મોરબીના વીરપરડા ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રેડ કરી પેટ્રોલ-ડીઝલ ચોરીના કોભાંડનો પર્દાફાશ કર્યો હતો જે કોભાંડમાં પોલીસ કર્મચારીની મીલીભગત સામે આવી હતી ત્યારે ટીમે પોલીસકર્મી સહિતના નવ ઇસમોને ઝડપી લઈને ૪૭ લાખથી વધુની કિમતનો મુદામાલ જપ્ત કરી મુદામાલ મોરબી તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન પરમારના માર્ગદર્શન હેઠળ ની ટીમે બાતમીને આધારે પીપળીયા ચાર રસ્તા માળિયા જામનગર હાઇવે પર વીરપરડા ગામ નજીક ઓમ બનના હોટેલ કમ્પાઉન્ડમાં રેડ કરી હતી જ્યાં હોટેલના ગ્રાઉન્ડમાં પેટ્રોલ-ડીઝલ ચોરીનું કોભાંડ ખુલ્લ ું પડ્યું હતું જેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ પરથી ચોરાઉ ડીઝલનો ૧૫,૨૦૦ લીટર જથ્થો કીમત રૂ ૧૩,૯૮,૪૦૦ ચોરાઉ પેટ્રોલનો ૫૨૦૦ લીટરનો જથ્થો કીમત રૂ ૪,૮૮,૨૦૦ તેમજ ટેન્કર કીમત રૂ ૧૦ લાખ, મારુતિ સ્વીફ્ટ કાર કીમત રૂ ૪ લાખ મહિન્દ્રા થાર જીપ કીમત રૂ.૧૦ લાખ, રોકડ રકમ રૂ ૩,૦૫,૯૩૫, ૧૦ મોબાઈલ ફોન કીમત રૂ ૯૫ હજાર, પાઈપ, ડોલ અને કટર જેવા સાધનો કીમત રૂ ૬૫૫૫૦ સહીત કુલ રૂ ૪૭,૦૫,૦૮૫ ની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રેડ દરમીયાન સ્થળ પરથી આરોપી નેતારામ ઉર્ફે રાજુ જગદીજી બાવરી રહે રાજસ્થાન, ગોવિંદ હડમનરામજી બાવરી રહે રાજસ્થાન, સંતોક ચમનારામ બાવરી રહે રાજસ્થાન, પ્રકાશ નથુરામ બાવરી રહે રાજસ્થાન અને હીરાલાલ ધરમલાલ બાવરી રહે રાજસ્થાન (પાંચેય મેઈન આરોપીના નોકર) શક્તિસિંહ મધુભા જાડેજા રહે રાજસ્થાન ટેન્કર જીજે ૦૨ એક્સએક્સ ૧૬૭૨ નો માલિક અને ડ્રાઈવર, રાજેશ ઉર્ફે રજુ દેવાભાઈ ખુંગલા રહે મોરબી તુલસી પાર્ક ટેન્કર જીજે ૧૨ બીએક્સ ૧૭૫૭ નો ડ્રાઈવર, રાજેશ રામજીભાઈ મારવાણીયા રહે રાજપર તા. મોરબી સ્વીફ્ટ જીજે ૩૬ આરબી ૮૬૦૭માં ચોરીનું ડીઝલ અને પેટ્રોલ લેવા આવનાર અને ભરત પ્રભાતભાઈ મિયાત્રા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ હેડ ક્વાર્ટર મોરબી રહે કુબેરનગર અક્ષરધામ મોરબી જે મુખ્ય આરોપીનો પાર્ટનર એમ કુલ નવ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે.
જયારે મુખ્ય આરોપી શ્રવણસિંહ રાજપૂત રહે રાજસ્થાન વાળો, મુખ્ય આરોપીનો પાર્ટનર ભાવેશ ઉર્ફે મુન્નો પ્રભાતભાઈ ધ્રાંગા રહે નાગડાવાસ મોરબી અને બીપીનભાઈ રહે મોરબી જે મુખ્ય આરોપીના ધંધાની દેખરેખ અને હિસાબ રાખનાર એમ ત્રણ આરોપીઓ હાજર મળી આવ્યા ના હોય જેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરિએકટર- વાયર ચોરનાર ગેંગ ઝડપાઇ: 16 ચોરી કબૂલી
April 23, 2025 02:23 PMમોરારિ બાપુએ આતંકવાદી હુમલાના મૃતકો માટે પાંચ લાખની સહાય જાહેર કરી, જાણો શું કહ્યું?
April 23, 2025 01:47 PMજામનગર: રણજીતસાગર રોડ સહિતના વિસ્તારમાં રસ્તા પર ગેરકાયદે દબાણ દુર કરતી મહાનગરપાલિકા
April 23, 2025 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech