શા માટે લેપટોપ ચાર્જરને બે ભાગમાં વહેંચવામાં આવે છે?

  • May 28, 2024 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આપણે બધા આપણા રોજિંદા જીવનમાં ઘણી બધી ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. કેટલીક એવી વસ્તુઓ જેની બનાવટનું કારણ  પાછળ આપણે જાણતા નથી. સ્માર્ટ ફોનની જેમ જ લેપટોપ પણ કામ માટે મહત્વની વસ્તુ બની ગયું છે. લેપટોપ વગર ઓફિસનું કામ ઘરેથી કરવું મુશ્કેલ છે. ત્યારે મોટાભાગના લેપટોપ ચાર્જર બે ભાગમાં વહેંચાયેલા હોય છે. પણ તેની પાછળનું કારણ શું છે તે સામાન્ય રીતે આપણે જાણતા નથી.


લેપટોપ ચાર્જર


લેપટોપના ચાર્જરમાં બનેલા કાળા ગોળાકાર ભાગને ફેરાઈટ બીડ અથવા ફેરાઈટ ચોક તરીકે ઓળખવામાં આવે છે. તેને ફેરાઇટ સિલિન્ડર પણ કહેવામાં આવે છે. આ કાળા ભાગને એક પ્રકારનું ઈલેક્ટ્રોનિક સર્કિટ કહેવામાં આવે છે. આ લેપટોપ સુધી પહોંચતી ઉચ્ચ ફ્રીક્વન્સીને ઘટાડે છે. એટલે કે ફેરાઇટ બીડ ઉચ્ચ ફ્લોના આવર્તનને દબાવવાનું કામ કરે છે. આમ કરવાથી ઉપકરણને નુકસાન થવાની સંભાવના ઘટી જાય છે. જો કે આ બોક્સ ત્યાં ન હોય તો લેપટોપને નુકસાન થવાની સંભાવના વધી જાય છે.


આ બ્લેક બોક્સ લેપટોપમાં નુકસાન થતું ઘટાડે છે. જો તે ત્યાં ન હોય તો નજીકમાં રહેલી રેડિયો ફ્રીક્વન્સી સ્ક્રીનને હલાવી દેશે. તેનાથી સ્ક્રીન ફ્લિકર થશે. આ બોક્સ આ સમસ્યાને પણ દૂર કરે છે. આ સિવાય જ્યારે લેપટોપમાંથી કરંટ પસાર થાય છે ત્યારે તે રેડિયો ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જા કોઈપણ નુકશાન વિના ચાર્જિંગની મંજૂરી આપે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application