હળવદ ફડ વિભાગ નાના ધંધાર્થીઓ પર જ કેમ ત્રાટકે છે? ભારે રોષ
હળવદ ફડ વિભાગ નાના ધંધાર્થીઓ પર જ કેમ ત્રાટકે છે? ભારે રોષ
May 18, 2026 11:04 AM
હળવદ શહેરમાં ફડ વિભાગ દ્રારા પાણીપુરી અને નાસ્તાની લારીઓ પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ હવે શહેરીજનોમાં ભારે રોષ અને ચર્ચાઓ ઉઠવા લાગી છે. લોકોમાં એવો આક્ષેપ ઉઠી રહ્યો છે કે ફડ વિભાગ માત્ર દેખાવ પૂરતી પોતાની બહાદુરી બતાવી નાના ધંધાર્થીઓ અને લારીધારકોને હેરાન કરી રહ્યું છે, યારે શહેરના મોટા વેપારીઓ અને જાણીતી હોટલો સામે કાર્યવાહી કરવામાં તત્રં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. શહેરમાં અગાઉ એક જાણીતી હોટલમાં જમવાની ડીશમાંથી વંદો નીકળ્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી હોવા છતાં પણ કાર્યવાહીના નામે કશું જ ન થતાં લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. શહેરીજનોના કહેવા મુજબ શહેરની કેટલીક મોટી હોટલો અને વેપારીઓ પાસે ભેળસેળયુકત તેમજ હલકી ગુણવત્તાની ખાધ ચીજવસ્તુઓ વેચાતી હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠતી રહી છે, છતાં આજદિન સુધી કોઈ કડક કાર્યવાહી હાથ ધરાઈ નથી. લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે મોટા વેપારીઓ દ્રારા સેટિંગ અને હાખોરીના કારણે તત્રં આખં આડા કાન કરી રહ્યું છે, યારે ગરીબ અને નાના ધંધાર્થીઓને સરળ નિશાન બનાવી કાર્યવાહીનો દેખાવ કરવામાં આવી રહ્યો છે. ફડ વિભાગની તાજેતરની કામગીરીમાં માત્ર આઠથી નવ લારીધારકો પાસેથી નમૂનાઓ લઈ તત્રં પોતાની કામગીરીનો રોફ જમાવી રહ્યું હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. શહેરીજનોમાં એવી માંગ ઉઠી રહી છે કે જો ફડ વિભાગ ખરેખર નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવા માંગતું હોય તો શહેરની કહેવાતી મોટી હોટલો, રેસ્ટોરન્ટો અને ખાધ ચીજવસ્તુઓના મોટા વેપારીઓ પર અચાનક ચેકિંગ હાથ ધરી સત્ય બહાર લાવવું જોઈએ.