ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ ગઈકાલે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. આ ભારતીય ટીમમાંથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ ગાયબ હતું, જેના પછી તમામ પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા હતા. ચાહકોના મનમાં આ સવાલ પણ ઉઠવા લાગ્યો હતા, ત્યારે ચાલો જાણીએ કે શામીને સ્થાન કેમ ન મળ્યું.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતના થોડા કલાકો પહેલા શમીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે નેટ્સમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આ પછી, તેની ટીમમાં પસંદગી ન થવી ચોક્કસપણે વિચિત્ર લાગી.
એ પણ નોંધનીય છે કે શમીની ઈજા અંગે બીસીસીઆઈ દ્વારા કોઈપણ પ્રકારની અપડેટ આપવામાં આવી નથી. ભારતીય બોર્ડે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સાથે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રમાનારી ચાર મેચોની T20 શ્રેણી માટે પણ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. આફ્રિકા પ્રવાસ માટે જાહેર કરાયેલી ટીમ ઈન્ડિયા માટે મયંક યાદવ, શિવમ દુબે અને રાયન પરાગની ઈજાઓ અંગે અપડેટ આપતા બોર્ડે કહ્યું કે આ ખેલાડીઓ ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નથી. પરંતુ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પસંદ કરાયેલી ટીમ ઈન્ડિયા સાથે શમીની ઈજા અંગે બીસીસીઆઈએ કોઈ અપડેટ આપી નથી.
મોહમ્મદ શમીની ફેબ્રુઆરીમાં એડીની સર્જરી થઈ હતી, જેમાંથી તે હજુ સુધી સાજો થઈ શક્યો નથી. આ દિવસોમાં ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમી રહી છે. આ સીરીઝ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શમીની ઈજા અંગે અપડેટ આપતા કહ્યું હતું કે શમીના ઘૂંટણમાં સોજો આવી ગયો હતો જેના કારણે તેને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો.
હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ઘૂંટણમાં સોજાના કારણે શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં. જોકે, ફાસ્ટ બોલરની ઈજાને લઈને કોઈ સત્તાવાર અપડેટ આપવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech