ભીડ જોઇને બંગાળ પોલીસ કેમ ભાગી?  સુપ્રીમ કોર્ટે મમતા સરકારને લગાવી ફટકાર

  • August 21, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)






RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલા બળાત્કારના મામલાને લઈને સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી છે. સર્વોચ્ચ અદાલતે બંગાળ પોલીસને મહિલા ડોકટરોને સુરક્ષા આપવામાં કથિત રીતે નિષ્ફળ રહેવા બદલ પણ સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે પોલીસ શા માટે ભાગી? 9 ઓગસ્ટના રોજ સેમિનાર હોલમાં બળાત્કાર અને હત્યા કરાયેલા ડોક્ટરની લાશ મળી આવી હતી.


મંગળવારે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (CJI) DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સુઓમોટો કેસની સુનાવણી કરી રહ્યા હતા. કોર્ટે હોસ્પિટલની સુરક્ષા CISFને સોંપી દીધી છે. અહેવાલ છે કે પોલીસ દ્વારા કથિત કાર્યવાહી ન કરવા અંગે ડોક્ટરોએ ફરિયાદ કરી હતી, જેની સમીક્ષા કર્યા બાદ સર્વોચ્ચ અદાલતે કેન્દ્રીય દળને કમાન્ડ સોંપવાનો નિર્ણય કર્યો છે.


કોર્ટે એમ પણ કહ્યું કે, એવું ન હોઈ શકે કે પશ્ચિમ બંગાળ સરકાર આવી સ્થિતિ ઊભી થવાની સંભાવનાથી વાકેફ ન હોય. તેણે રાજ્યને સવાલ કર્યો છે કે ટોળાનો સામનો કરતી વખતે પોલીસ કેવી રીતે ભાગી ગઈ. કોર્ટે પૂછ્યું, 37ની ધરપકડ કરવામાં આવી હતી અને સીસીટીવી ફૂટેજ પરથી તેમની ઓળખ થઈ હતી. એવું ન હોઈ શકે કે પશ્ચિમ બંગાળ સરકારને ખબર ન હોય કે કેટલાક તત્વો અશાંતિ ફેલાવી શકે છે.


સુનાવણી દરમિયાન કોર્ટને કહેવામાં આવ્યું કે મહિલા ડોક્ટરોને પણ ટોળા દ્વારા ધમકી આપવામાં આવી હતી. મહિલા ડોકટરોનું પ્રતિનિધિત્વ કરતા વકીલે કહ્યું, મહિલા ડોકટરોના માતા-પિતા તેમને એટલા માટે મોકલી રહ્યા નથી કારણ કે તેઓ સુરક્ષિત નથી અનુભવતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application