કોણ હશે જાપાનના આગામી વડાપ્રધાન? 27ના યોજાશે ચૂંટણી

  • September 14, 2024 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સત્તારુઢ લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (એલડીપી)ના પ્રમુખ પદ માટે 27 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ચુંટણીમાં ભાગ નહીં લે. એવામાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નેતૃત્વ, અને હરિફાઈમાં સામેલ એલડીપીના નેતાઓ પર એક નજર કરીએ. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.
શિંજિરો કોઈજુકી
પૂર્વ પીએમ જુનિચિરો કોઈજુમીના પુત્ર છે. પયર્વિરણ મંત્રીના રુપમાં તેઓ નવીકરણીય ઉર્જાના વધુ ઉપયોગના રહેવાના સમર્થનમાં રહ્યા છે. પત્ની ટીવી એંકર છે. એલડીપીના વરિષ્ઠ નેતા 43 વર્ષિય કોઈજુમીના પીએમ માટે ઘણા નાના સમજે છે.
શિગેરુ ઈશિબા
પૂર્વ રક્ષામંત્રી છે જે મતદાતાઓમાં તો લોકપ્રિય છે જ પરંતુ એલડીપી સાંસદોમાં નથી. આ જ કારણ છે કે, પાર્ટી નેતા બનવા માટે તેમના ચાર પ્રયાસો વિફળ થઈ ચૂક્યા છે. 67 વર્ષિય ઈશિબાને સૈન્ય મોડલ બનવું પસંદ છે. જેમાં રશિયા રક્ષા મંત્રીની યાત્રા માટે બનાવવામાં આવેલ સોવિયત વિમાનવાહત પોતે પણ સામેલ છે.
સાને તાકાઈચી
એલડીપીની રૂઢીવાદી વિંગમાં લોકપ્રિય સ્પષ્ટવક્તા રાષ્ટ્રવાદી છે. તેઓ પૂર્વ પીએમ શિંજો આવેના નજીકના રહ્યા છે. જેમની હત્યા કરવામાં આવી હતી. 63 વર્ષિય તાકઈચી યુદ્ધ મૃતકોના યાસુકુની સ્મારક પર નિયમિત રીતે જીતી હતી. પીએમ બન્યા તો ચીન અને દક્ષિણ કોરિયા નારાજ થઈ શકે છે.
યોકો કામિકાવા
હાર્વર્ડથી એજ્યુકેશન મેળવેલા વિદેશી મંત્રી 71 વર્ષિય યોકો કામિકાવા સાહસિક માનવામાં આવે છે. તેમને ન્યાયમંત્રી રહેલા 16 લોકોને ફાંસી આપવાનો આદેશ આપ્યો હતો. જેમાં 1995માં ટોક્યો સબવે પર સરીન ગેસ હુમલા માટે જવાબદાર પ્રલય પંથ સામાન્ય શિનરિક્યોના 13 સભ્યો પણ સામેલ છે.
તોશિમિત્સુ મોટેગી
મજબૂત અંગ્રેજીની સાથે આબેના પૂર્વ ગોલ્ફ પાર્ટનર મોટેગીને મુશ્કેલ અમેરિકી-જાપાન વ્યાપાર વાતર્નિે કુશલતાપુર્વક સંભાળવા માટે ટ્રમ્પ વ્હિસ્પરરનું નામ આપવામાં આવ્યું હતું. એલડીપી મહાસચિવ 68 વર્ષિય મોટેગી અંગે કહેવામાં આવે છે કે, તેઓ જલ્દી ગુસ્સે થઈ જાય છે.
તારો કોનો
હાલ તેઓ ડિઝીટલ પરિવર્તન મંત્રી છે પાર્ટીમાં તેમને સ્પષ્ટ વક્તા સુધારાવાદીની ઓળખ મળી છે. જેમને 2021માં ગત નેતૃત્વની હરિફાઈમાં પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાને હરાવ્યા હતા. અમેરિકામાં એજ્યુકેશન મેળવેલા 61 વર્ષિય કોનોએ કેટલાક મંત્રી પદ સંભાળ્યા છે. એક્સ પર 25 લાખ લોકો તેમને ફોલો કરે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application