ગુજરાતના રોહિતાસ ચૌધરીએ આજે પુશઅપ્સમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવી ભારતનું નામ ગૌરવથી ઉંચું કર્યું છે. ગાંધીનગરના ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં રોહિતાસે 27.8 કિલોગ્રામ વજન સાથે એક કલાકમાં 722 પુશઅપ્સ કરી પાકિસ્તાનનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
પાકિસ્તાનનો અગાઉનો રેકોર્ડ 27 કિલોગ્રામ વજન સાથે એક પગે 534 પુશઅપ્સનો હતો. રોહિતાસે આ રેકોર્ડને નોંધપાત્ર માર્જિનથી પાર કરીને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે. આ અદભૂત પ્રદર્શન માટે રોહિતાસને દેશભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.
આ વિશે વાત કરતાં રોહિતાસ ચૌધરીએ જણાવ્યું હતું કે, "આ રેકોર્ડ માત્ર મારો નથી, પરંતુ દરેક ભારતીયનો છે. મેં મારા દેશનું નામ વિશ્વભરમાં રોશન કરવા માટે આ પ્રયાસ કર્યો છે. હું આ રેકોર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પણ કરું છું."
રોહિતાસ ચૌધરીની આ સિદ્ધિએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે અને દેશભરના યુવાનો માટે પ્રેરણાનું કામ કરશે. આશા છે કે, રોહિતાસ ભવિષ્યમાં પણ આવી જ સિદ્ધિઓ હાંસલ કરશે અને ભારતનું નામ વધુને વધુ ઉંચું કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech