પોરબંદરના મહાલક્ષ્મી મંદિરના સંકુલમાં આવેલ ગોડાઉન જર્જરીત છે તેમ જણાવીને નોટીસ આપવામાં આવી છે ત્યારે તે અંગે ટ્રસ્ટી દ્વારા કેટલાક આક્ષેપો સુધરાઇસભ્ય ઉપર કરવામાં આવ્યા છે ત્યારે સામેપક્ષે સુધરાઇસભ્યએ પણ તેનો વળતો જવાબ આપ્યો છે.
મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટને જર્જરિત ઇમારત અંગે નોટીસ આપતા આક્રોશ જોવા મળ્યો છે. તેમાં પોરબદર નગરપાલિકાના સદસ્ય હાર્દિક મુકુંદભાઇ લાખાણી રાજકીય તાકાતનો દૂર ઉપયોગ કરી રહ્યા છે તેવો ગંભીર આક્ષેપ મહાલક્ષ્મી મંદિરના ટ્રસ્ટી દિનેશભાઇ ત્રિવેદીએ કર્યો છે. જે એકદમ પાયાવિહોણો છે.તેમ જણાવીને તેના જવાબ આપતા નગરપાલિકાના કાઉન્સીલર હાર્દિક મુકુંદભાઇ લાખાણીએ જણાવેલ કે પોરબંદર નગરપાલિકાએ મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટને તા. ૫-૮-૨૦૨૪ના રોજ જર્જરીત ઇમારત ઉતારી લેવા અથવા ફરી રીપેરીંગ કરી લેવાની નોટીસ આપેલ.
તેમાં હાર્દિક મુકુંદભાઇ લાખાણીના દાદા મે. હરીદાસ કુરજીનું અંદાજિત ૭૦ વર્ષ જુનુ ભાડુઆતી ગોડાઉન આવેલ છે. તેમાં બાકોરુ કોણે પાડયુ? ટ્રસ્ટી સંડોવાયા હોવાની સ્પષ્ટ શકયતા છે તેવા ગંભીર આક્ષેપ કરીને બિલ્ડીંગ જર્જરિત હોવાથી ગાબડુ પડેલ છે તેવું સ્વપ આપેલ તે રીતે જેમાં ગાબડુ પાડીને તેમા વરસાદી પાણી જાય, ગોડાઉનમાં રહેલ માલસામાનની ચોરી થાય અને ઉપરોકત બંને ભાડુઆતોને આર્થિક રીતે નુકશાની થાય તે રીતે હેરાન કરવાની દ્રષ્ટિએ નુકશાન કરેલ છે. તેવો ગંભીર આક્ષેપ હાર્દિકભાઇ લાખાણીએ કર્યો છે.
મહાલક્ષ્મી માતાજી ટ્રસ્ટના ટ્રસ્ટી દિનેશભાઇ ત્રિવેદીએ એવું જણાવ્યુ હતુ કે હાર્દિકભાઇ લાખાણી દ્વારા ફરજ બજાવતા રોકવાના પ્રયત્નો કરી રહ્યા છે તેવી માહિતી આપીને પોરબંદરની ધર્મપ્રેમી જનતાને ગેરમાર્ગે દોરવાનું કાર્ય કરે છે.
મે. હરીદાસ કુરજી અને મે. કાલીદાસ જીવનભાઇ એમ બન્નેના ભાગમાં આવતા ભાડુઆતી ગોડાઉનનો સ્ટ્રકચર એન્જીનીયરનો સ્ટ્રકચર સ્ટેબેલીટીનો રીપોર્ટ કરાવેલ અને તે રીપોર્ટની નકલ પોરબંદરની છાયા નગરપાલિકાને આપેલ. તે રીપોર્ટના આધારે પોરબંદર છાયા નગરપાલિકાએ તા. ૧૭-૮-૨૦૨૪ના રોજ ફરી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટને ફરી નવી નોટીસ આપેલ છે અને તેમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલુ છે કે સ્ટ્રકચર એન્જીનીયરના રીપોર્ટના આધારે મંદિર પરિસરમાં મે. હરીદાસ કુરજી અને મે. કાલિદાસ જીવનભાઇના ભાડુઆતી હકકવાળા ગોડાઉન આવેલા છે તે ‘સ્ટ્રકચરલ સલામત’ છે. તેમ છતાં મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટ દ્વારા જે જર્જરીત ભાગને ઉતારી લેવા અને રિપેરીંગ કરાવવાની કાર્યવાહી દરમ્યાન મે. હરિદાસ કુરજી અને મે. કાલીદાસ જીવનભાઇના ભાડુતી કબ્જમાં રહેલ હિસ્સાને નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મહાલક્ષ્મી મંદિર ટ્રસ્ટની રહેશે.
તેમ છતાં ઉપરોકત બન્ને ભાડુઆતી ગોડાઉન ધારકોને આર્થિક રીતે નુકશાન થાય અને ગોડાઉન પડાવી લેવાના હેતુથી મંદિરના ટ્રસ્ટીમાના એક એવા દિનેશભાઇ ત્રિવેદી દ્વારા માહિતી આપીને પોરબંદર છાયા નગરપાલિકાના કાઉન્સીલર હાર્દિકભાઇ લાખાણીને બદનામ કરી રહ્યા છે. તેવો ગંભીર આક્ષેપ સુધરાઇ સભ્ય હાર્દિક લાખાણીએ વળતા જવાબમાં કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech