કોણ છે બોલીવુડનો સૌથી કંજૂસ અભિનેતા?

  • May 22, 2024 04:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોરિયોગ્રાફર ફરાહ ખાને 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના એક એપિસોડમાં બોલિવૂડના કંજૂસ કલાકારો વિશે વાત કરી હતી. કોમેડી શોના એપિસોડમાં અભિનેતા અનિલ કપૂર પણ ફરાહ ખાન સાથે હતો, વાતચીત દરમિયાન કપિલે પૂછ્યું કે, અનિલ અને ફરાહમાં સૌથી વધુ કંજૂસ કોણ છે?


આ સવાલનો જવાબ આપતાં ફરાહે કહ્યું કે તે અને અનિલ ક્યારેક ઉદાર હોય છે. ફરાહે કપિલને કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં સૌથી કંજુસ માત્ર એક જ વ્યક્તિ છે અને તે છે ચંકી પાંડે. હું સાચું કહું છું. મારો ફોન લાવો, હું તેને ફોન કરીને તેની પાસેથી 500 રૂપિયા માંગીશ.


ચંકી પાંડેએ શું કહ્યું?

ફરાહએ ચંકી પાંડેને ફોન કર્યો અને ફોન લાઉડસ્પીકર પર રાખ્યો હતો. કોલ રિસીવ કર્યા બાદ ફરાહે ચંકી પાંડેને કહ્યું કે સાંભળ, મારે 500 રૂપિયા જોઈએ છે. તો ચંકીએ જવાબ આપ્યો કે તો ATM પર જાઓ, મારી પાસે નથી. ફરાહ કહે છે, 'ચંકી, મારે 50 રૂપિયા જોઈએ છે. તો ચંકીએ કહ્યું કે 'હેલો, કોણ? તમારે શું જોઈએ છે?'   બંને વચ્ચેની આ રમૂજી વાતચીત સાંભળીને બધા જ હસવા લાગ્યા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application