રાજકીય અટકળોનો દોર શરૂ બ્રહ્મ સમાજમાંથી પ્રમુખ અને કારોબારી પટેલ સમાજને અપાય તેવી પ્રબળ શકયતાઓઆજકાલ પ્રતિનિધિ–હળવદ
હળવદ નગરપાલિકાની ચૂંટણીમાં ૨૮માંથી ૨૭ બેઠક પર ભાજપે ભાગવો લહેરાવ્યો હતો, આગામી બોડી ભાજપનું શાસન રહેશે ત્યારે ભાજપ શાસનમાં પાલિકાના મહત્વના પદ પર કોની નિયુકિત થશે તેના પર રાજકીય અટકળો ચાલી રહી છે અને દરેક ઈચ્છુક ઉમેદવારે પોતપોતાના ગોડફાધરના શરણે જઈ એડી ચોટીનું જોર લગાવી દીધું છે.
સરકારે આપેલા રિઝર્વેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે સામાન્ય મહિલા અનામત છે યારે પાછળના અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિ માટે સામાન્ય પ્રમુખ રહેશે તે નોટિફિકેશન મુજબ પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય મહિલાની પસંદગીનો કળશ કોના પર ઢોળાશે તે અંગે શહેરમાં લોક ચર્ચા મુજબ બ્રહ્મ સમાજમાંથી પ્રમુખ પદ સોંપાઈ તેવી શકયતાઓ સેવાઇ રહી છે.
બીજી તરફ નગરપાલિકાનું કારોબારી ચેરમેનનું મહત્વનું પદ પાટીદાર સમાજ પાસે રહે તેવી નિશ્ચિતતા જણાઈ રહી છે.
હળવદ સર્કિટ હાઉસ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અગત્યના સ્થાન માટે સક્ષમ વિજેતોની મહત્પડી મંડળમાં પોતાની ભલામણ અને લોબિંગ કરી પ્રયાસો હાથ ધરાયા હતા સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારે પોતાના સેન્સ આપ્યા હતા ત્યારે આગામી અઢી વર્ષ સામાન્ય મહીલા અનામત પ્રમુખ કોણ બનશે ? કારોબારી ચેરમેન ? તે તો આગામી સમય સ્પષ્ટ્ર કરશે હાલ તો પ્રમુખ પદને લઈને હળવદ શહેરમાં રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે. હાલ ચાલતી રાજકીય અટકળો અને લોક ચર્ચા સંભાવનાઓ જગાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech