રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૨૦મીએ જનરલ બોર્ડ મિટિંગ મળનારી છે તે પૂર્વે જ સેક્રેટરી કોણ ? તે ચર્ચાએ જોર પકડું છે. એચ.પી.પારેલીયા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સીટીમાંથી મહાપાલિકામાં હાજર થઇ ગયાને એક મહીનાથી વધુ સમય થઇ ગયો હોવા છતાં આજ દિવસ સુધી તેમની ચેમ્બર બહાર નેઇમ પ્લેટ પણ લગાવવામાં આવી છે જે બાબત સૂચક અને અનેક નિર્દેશ આપનારી છે, આવું જવલ્લે જ બનતું હોય છે. મહાપાલિકામાં અધિકારી કે પદાધિકારી ચાર્જ સંભાળે તેની ગણતરીની કલાકોમાં નેઇમ પ્લેટ બદલાતી હોય છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સીટીમાંથી પારેલીયા પરત ફર્યા પછી હજુ તેમને સત્તાવાર રીતે કામગીરીની સોંપણી પણ થઇ ન હોય સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ઇન્ચાર્જ સેક્રેટરી તરીકે ડેપ્યુટી સેક્રેટરી કમ પી.એ. ટુ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન ધવલભાઇ જેસડીયાએ કાર્યભાર સંભાળ્યો હતો, આગામી તા.૨૦મીએ જનરલ બોર્ડ મિટિંગ મળનારી છે તેમાં પણ સંભવત: જેસડીયા જ કામગીરી સંભાળે તેવી શકયતા છે. દરમિયાન યુનિ.માંથી પરત ફર્યા બાદ થોડા દિવસ નિયમિત કચેરીએ આવ્યા બાદ હાલ પારેલીયા રજા ઉપર ઉતરી ગયા હોવાનું જાણવા મળે છે, તેમની ચેમ્બર બધં છે અને ફોન પણ નો રીપ્લાય થઇ રહ્યો હોય તર્ક વિતર્કેા સર્જાઇ રહ્યા છે.
મામલો રાજકીય કે અધિકારીક?
યુનિવર્સીટીમાંથી રજિસ્ટ્રાર પદેથી રાજીનામુ આપીને મહાપાલિકામાં પરત ફર્યા બાદ આજ દિવસ સુધી પારેલીયાને તેમની સેક્રેટરી તરીકેની મૂળ કામગીરી પરત સોંપવામાં આવી ન હોય આ મામલે પણ ભારે ચર્ચા જાગી છે. ખરેખર આ મામલો રાજકીય બન્યો છે કે પછી અધિકારીક સ્તરેથી કોઈ મુશ્કેલી સર્જાઇ છે તે મામલે ઉચ્ચ અધિકારીઓ કે પદાધિકારીઓએ હજુ સુધી મગનું નામ મરી પાડું નથી પરંતુ કંઇક રંધાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech