પોરબંદર જીલ્લામાં બીજી વખત પુરના પાણી ભરાતા વિકાસની વાતો કરતી ભાજપ સરકાર ઉપર કોંગ્રેસે આકરા ચાબખા માર્યા છે.
પોરબંદરમાં કોંગ્રેસ પક્ષ શાસિત પાલિકા નથી, કે નથી રાજયમાં સરકાર, કેન્દ્રમાં પણ કોંગ્રેસ સંચાલિત કે કોંગ્રેસની ભાગીદારી હોય એવી સરકાર નથી એટલે આ બધી જગ્યાએ અમારો રોલ મુખ્ય વિરોધ પક્ષનો હોય એ સ્વાભાવિક છે.
પોરબંદર કોંગ્રેસના આગેવાન ભાર્ગવ જોશીએ જણાવ્યું છે કે,પોરબંદરમાં અતિવૃષ્ટિ થઈ ન હોત તો પાલિકાનો કરોડો પિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો ન હોત, આજે નજરે જોયા પછી આપ સહુને જે સાચું લાગી રહ્યું છે એ અમોને ત્યારે સાચું લાગતું હતું જ્યારે શાસકો જનતાની આંખે પાટા બાંધી રહ્યા હતા અને વિકાસના નામે ગજવા પોતાના ભરી રહ્યા હતા, એ સમયે આપણામાંથી કેટલાંક સાણા નાગરીકોએ અમને સલાહ આપેલી કે શા માટે વિકાસના વિરોધી બનો છો? અમે આપની સલાહ માનીને ન છુટકે ચુપ રહ્યા પરીણામે આજે ૧૯૮૩/૮૪ જેવા પાણી ફરી ભરાયા અને પાલિકાએ વિકાસના નામે લોકોને ઉલ્લુ બનાવ્યા એ નજરે ચડ્યું, પણ હું કહેવા માંગીશ કે અમે કોંગ્રેસી એટલે અતિ જ્ઞાની એવું માનીને અમે કોઈ સુચન કે વિરોધ નથી કરતા હોતા, અમે જે વિષય માટે સલાહ આપવાની કે વિરોધ કરવાનો હોય એનું ખુબ મંથન કરીએ છે, આપના માટે શું સારું ? એનો વિચાર કરતા હોય છે.
આવું જ જયારે અતિવૃષ્ટિ બાદ શહેરને ચારે બાજુથી ખોદી નાખવામાં આવ્યું અને ભરાયેલા પાણીને ઉતારવામાં આવ્યા ત્યારે પાલિકા અને વહીવટી તંત્ર લોકમેળાના આયોજનમાં વ્યસ્ત હતું, અમે ખુબ ચેતવ્યા, ખુબ રોક્યા, ખુબ ટોક્યા પણ તંત્ર કે પાલિકા એક ના બે ન થયા, આમ લોકમેળાનું આયોજન થઈ ગયું, અને પરીણામ આજે નજર સમક્ષ છે. સ્ટોલ ધારકોને ૧૦૦% રીફંડ મળવું જોઈએ એ માંગ અમે જ સર્વપ્રથમ મુકી છતાં પણ આ સમગ્ર આયોજનમાં જનતાના પૈસા કેટલા બગડ્યા એનો કોઈ હિસાબ આપ જાણો છો? ના કારણ કે આવા કામોમાં ગજવા ભરવા જનતાને અતિ વિશ્ર્વાસમાં લઈ જવામાં આવે છે અને અમે આવા પ્રલોભનોમાં જરાય વિશ્વાસ કરતા નથી,
તેથી અમે વિરોધી ખપી જઈએ છે અને વિરોધી છીએ પણ. લોકોને નુકશાન થાય, લોકોને દુવિધા થાય, લોકોને મુર્ખ બનાવાય અને એ કામ શાસકો કરે તો અમે એનો વિરોધ કરીને જનતાની સેવા કરવા માંગીએ છે.
આથી આપ સહુને લોકતંત્રમાં માલિક ગણાતી જનતાને અમે અપીલ એ કરવા માંગીએ છે, કે શાસક પક્ષથી કોઈ જાહેરાત, આયોજન, તાયફા કે ઇવેન્ટ સામે આવે ત્યારે એમાં વિરોધ પક્ષના મંતવ્યને પણ ખાસ ધ્યાને લેવું જોઈએ.
ઘણી વખત વ્હાલસોયી જનતા એવા કાર્યક્રમમાં ભાગ લઈ રહી હોય છે જેમાં એકાદ બે લાભાર્થીને વળતર પેટે ૭૦/૮૦ હજારનો ચેક સત્તા સ્થાનેથી વિતરણ કરવાનો હોય છે, જેમાં કોઈ મંત્રી પણ આવવાના હોય છે,પરંતુ આ આયોજનનો ખર્ચ આઠ થી દસ લાખનો થાય તો એવું આયોજન કરવાને બદલે ચેક એમ જ આપવામાં વાંધો શું ? એ અંગે અમે કોલાહલ કરી પણ લઈએ તો એમાં અમે વિકાસ વિરોધી કેવી રીતે ? કહેવાનો મતલબ કે સત્તા જ્યારે આંખે પાટા બાંધે ત્યારે વિપક્ષ જો કાંઈ બોલે, પાટા ખોલવાનો પ્રયાસ કરે તો એમાં ખોટું શું છે.આથી અમને પણ આદેશ કરી શકે એવી અમારી વ્હાલી જનતાને અમે વિનંતી પુર્વક જણાવવા માંગીએ છે કે,અમારો વિરોધ સમજવો જરૂરી છે, અમે વિકાસના વિરોધી હરગીઝ નથી,પણ વિકાસના નામે પોતાનો વિકાસ કરીને જનતાને વિનાશ તરફ ઝોકી દેતા શાસકોના આ વિનાસમાં અમો પણ ખુવારી ભોગવીને પણ એનો વિરોધ કરીએ તો એમાં આપનો સાથ અને સહકાર સંજોગોવસાત કદાચ મળે ન મળે પણ જ્યારે શાસકો અમને ખોટા પાડવા આપને વધુ કોઈ પાટો આંખ પર પહેરાવે ત્યારે કમસેકમ સત્તાને એજ સવાલ જર પુછો જે અમે ઉઠાવ્યા હોય છે.
સરકારો તો આવે ને જાય કાલ ઉઠીને સત્તા કોંગ્રેસની પણ હશે ત્યારે કોંગ્રેસે પણ વિપક્ષનો સામનો કરવો પડશે, ૫રંતુ અમે આજે જે તકલીફ ભોગવી રહ્યા છે એ અમારી સત્તામાં અમે વિપક્ષ સાથે તેવો વર્તાવ ક્યારેય ન કરીને પુરવાર કરીશું.
પોરબંદર પાલિકાના અણઘડ વહીવટ, ભયમુક્ત ભ્રષ્ટાચા ની બદોલત જનતાના ટેક્ષના ૫૮૧૩ કરોડ પિયા વેડફાઈ ગયા છે, આ અંગે સત્તાને સવાલ જનતા કરે નહી તો અમારે કરવો ફરજીયાત થઈ જાય છે.આથી અમારા મંતવ્ય, અભિપ્રાયો ને સત્તા ભલે ન સાંભળે પણ એનાથી સત્તા, જનતાના પૈસા બગાડી રહ્યું છે એ નકારી નહી શકાય, જેનું તાજુ ઉદાહરણ લોકમેળો છે, આ આયોજનમાં જનતાના ટેક્સના બે/ત્રણ કરોડ રૂપિયા વેડફાયા છે, એનો જવાબદાર કોણ ? લોકમેળાનું આયોજન જ ન કર્યું હોત તો આ પૈસા વેડફાયાને બદલે બચાવ્યા પુરવાર થયું હોત તેમ જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું મોદી સરકારનું આગામી લક્ષ્ય વકફ બોર્ડ છે? મહારાષ્ટ્રની જીત બાદ પીએમ મોદીએ આપ્યો મોટો સંકેત
November 24, 2024 10:16 AMAI અને કર્મયોગીઓના સહયોગથી ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
November 23, 2024 08:44 PMઅમેરીકી SEC દ્વારા ગૌતમ અને સાગર અદાણીને સમન્સ, 21 દિવસમાં જવાબ માંગ્યો
November 23, 2024 08:33 PMAmerica: ટ્રમ્પે પામ બોન્ડીને બનાવ્યા અટાર્ની જનરલ, વિવાદ બાદ મૈટ ગેટ્સે પાછું ખેંચ્યું હતુ નામ
November 23, 2024 07:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech