રાજયનાં પવિત્ર યાત્રાધામમાં છેલ્લ ા ઘણા સમય થી દેશી વિદેશી દારૂનાં વેચાણની હાટડીઓમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું અને હા પધ્ધતિ ને કારણે રહેમરાહ હોવાના આક્ષેપ સાથે તપાસની માગણીની ગૃહ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.રાયનાં ગૃહ વિભાગ અને ઉચ્ચ પોલીસ અધિકારી અને વિજિલન્સ જેવા વિભાગોમાં ચોટીલા શહેરમાં મુખ્ય હાર્દસમા વિસ્તાર તેમજ થાનગઢ રોડ, અને હાઇવે પેટ્રોલ પંમ્પ નજીકમાં અનેક ઠેકાણે ઈંગ્લીશ દારૂનાં સ્ટેન્ડ ચાલતા હોવાનું તેમજ મફતિયાપરા વિસ્તારમાં, રેફરલ પાછળ, જુના બસસ્ટેન્ડ, એક મંદિર નજીક જેવા ૧૨થી ૧૫ જગ્યાએ દેશી દારૂ છુટથી ખુલ્લ ેઆમ વેચાણ થતો હોવાનું અને આકડાનો જુગાર જેવી બંદી ચાલતી હોવાની અને આની પાછળ હાઓની ગોઠવણ હોવાનો આક્ષેપ પણ લેખિતમાં ગૃહ વિભાગ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.રજૂઆત કરનારે જણાવ્યું હતું કે સામાન્ય લોકોને ખોટા ચેકિંગનાં નામે ખોટા હેરાન કરાય છે. અને દેશી વિદેશી દારૂની હાટડીઓ ઉપર રહેમ રખાય છે. ચોટીલામાં ઇગ્લીશનાં સ્ટેન્ડ ગોઠવાયા હોવાનું અને નાના યુવાનો અને કિશોર પાસે કમિશન હેઠળ હોમ ડીલીવરી કરાવાતી હોવાનો પણ આક્ષેપ મુકાયો છે.રાયની ઉચ્ચ બ્રાન્ચો દ્રારા યાત્રાધામની ગરીમા ને બચાવવા માટે ખાનગી વોચ ગોઠવી આવી બદી અટકાવવા પગલા ભરાય તેમજ કોની રહેમ રાહે આવી પ્રવૃતિઓ ચાલે છે તે અંગે તપાસ કરી કાર્યવાહી કરાય તેવી રજૂઆત કરવામાં આવતા તે ચર્ચાનો વિષય બનેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાહેરમાં કાચના પાવડરથી દોરી રંગનાર, વેચનાર સામે પોલીસને કાર્યવાહી કરવા હાઈકોર્ટનો નિર્દેશ
January 10, 2025 03:41 PMરાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે
January 10, 2025 03:41 PMશંકાસ્પદ પ્નીરનો રિપોર્ટ ઝડપથી આવે તે માટે પોલીસ પ્રત્યન કરશે
January 10, 2025 03:40 PMસોની બજારમાં ડઝન દુકાનો સીલ કરતી મ્યુનિ.ટેક્સ બ્રાન્ચ
January 10, 2025 03:39 PMવાણિયાવાડીની સીતારામ ડેરી, કૃષ્ણનગરના વોલ્ગા ઘી ડેપોના શુધ્ધ ઘીના સેમ્પલ ફેઇલ
January 10, 2025 03:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech