ચોટીલા હાઇ–વે ઉપર ગઇ કાલે હાઇ–વે ઉપરની બે હોટલમાં પ્રાંત અધિકારી અને તેમની ટીમે દરોડો પાડી અન અધિકૃત વલનશીલ કેમીકલનો ૩૭ હજાર લીટર થી વધુનો જથ્થો એક ટેન્કર સહિત કુલ રૂા.૩૯,૭૧,૨૦૦નો મુદ્દામાલ કબજે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. દરોડા અંગે મળતી વિગતો મુજબ શનિવારે રાત્રે ચોટીલા ડે. કલેકટર એચ. ટી.મકવાણા તથા તેમની ટીમે સાંજે ચાર કલાકે રાજકોટ હાઇ–વે ઉપર મોલડી નજીકની ખુશ્બુ હોટલ અને યુપી બિહાર પંજાબી ઉપર આકસ્મિક દરોડા પાડેલ અને વહેલી સવારનાં પાચ વાગ્યા સુધી ૧૧ કલાક કાર્યવાહી ચાલી હતી. મસ મોટો જથ્થો છુપાવવા બંન્ને હોટલનાં મળી કુલ પાચ ટાંકાઓ મળી આવેલ હતા જેમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકાઓ ઉપર પાકા બાંધકામ ખડકી દેવાયેલ હતા જથ્થો કેટલા પ્રમાણમાં છે તેના માટે તંત્રને જેસીબી વડે બાંધકામ તોડી પાડવાની ફરજ પડી હતી.ખુશ્બુ હોટલની અંદર રસોડાના પ્લેટફોર્મ ને બે ટાંકા બનાવી બાયો ડીઝલ રાખવામાં આવેલ તેના ઉપર રસોઇ કરવામાં આવતી જે આગ લાગવા જેવી ગંભીર દુર્ઘટના બનવાની પુરેપુરી શકયતા હતી. વલનશીલ પદાર્થનાં પૃથક્કરણ માટે નમુના લીધા છે. તેમજ પોતાની અને અન્યની જીંદગી જોખમમાં મુકી આ ધંધો કરતા તેમજ અન અધિકૃત પ્રકારે કરાતો હતો જેથી આગ ફાટી નીકળવા જેવી દુર્ઘટના બનવાની શકયતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાન હાનિ થવાના શકયતા પણ રહેલ હતી. દરોડા બાદ સંપૂર્ણ જથ્થો પકડવા માટે જેથી આ બંને હોટલોના માલિક જેમ કે યુપી બિહાર હોટલના જેઠુરભાઈ રામકુભાઇ ખાચર રે. ઠીકરીયાળી તા. વાંકાનેર અને ખુશ્બુ હોટલના વિક્રમભાઈ જોભાઈ ધાધલ રે. ખેરડી તા. ચોટીલા સામે બંને હોટલ સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ચોટીલા હાઇવે ઉપર ઘણાં સમયથી અનેક સ્થળોએ અન અધિકૃત રીતે વાહનોમાં ઇધણ તરીકે વલનશીલ પદાર્થ ભરી આપવાનો વેપાર અનેકની મીઠી નજરે અને કહેવાતી હા પધ્ધતિ થકી ચાલતો હોવાનું અનેક મોટા માથાઓ પણ આ કેમિકલનાં ધંધા સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલા હોવાની ચર્ચા એ જોર પકડયું છે. ત્યારે રાયનાં પુરવઠા વિભાગ અને ગૃહ વિભાગ માટે આ બાબત ઉંડી તપાસનો વિષય બનેલ છે.
બાયો ડીઝલ ઉપર દરોડાની વાત વહેતી થતા આ પ્રકારનાં હાઇવે ઉપર અન્યત્ર ચાલતા ગોરખધંધા રાતોરાત સંકેલાઇ ગયા હતા અને કેમિકલ માફિયાઓમાં ફફડાટ છવાયો છે. પ્રાંત અધિકારીઓએ આ જથ્થો કયાંથી આવ્યો હતો એ બાબતે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરસોઈ પ્રશ્ને પતિ સાથે ચડભડ થયા બાદ વૈશાલીનગરમાં પરિણીતાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
April 28, 2025 03:19 PMઅગ્નિકાંડના પાંચ આરોપીની ડિસ્ચાર્જ અરજી પર 23મી મેના વધુ સુનાવણી
April 28, 2025 03:11 PMપાકિસ્તાનના વિદેશમંત્રી ઘાંઘા થયા, ચીન, સાઉદી અરેબિયા અને બ્રિટન પાસે મદદની ભીખ માંગી
April 28, 2025 03:10 PMસોશિયલ મીડિયા-ઓટીટી પર અશ્લીતા રોકો: સુપ્રીમ
April 28, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech