રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અિકાંડ અને એસીબી કાંડ પછી મહાપાલિકાની ટીપી બ્રાન્ચના ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને ટાઉન ડેવલપમેન્ટ બ્રાન્ચ તેવા બે ફાડીયા કર્યા ત્યારબાદ પ્લાન પાસ અને બીયુપી મામલે ટીપીઓ પાસે રહેલી એકહથ્થુ સત્તાને ટાઉન પ્લાનિંગ ઓફિસર, ઝોનલ સિટી એન્જીનિયર અને ડેપ્યુટી કમિશનર તેમ ત્રિસ્તરીય રીતે વિભાજિત કર્યા. છેલ્લે સામુહિક બદલીનો હત્પકમ કરી ટીપી બ્રાન્ચના સમગ્ર સ્ટાફની બદલી કરાતા છેલ્લા છ મહિનાથી રાજકોટના રિઅલ એસ્ટેટમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતી છે.બિલ્ડર લોબીની રજૂઆતો બાદ હવે ઇન્ચાર્જ ટીપીઓની ટ્રાન્સફરનું કાઉન્ટ ડાઉન શ થયાની ચર્ચા છે ત્યારે રાજકોટના નવા ટીપીઓ કોણ ? તે સવાલ ટોક ઓફ ધ ટાઉન છે.
રાજકોટ મહાપાલિકાના વર્તમાન ટાઉન પ્લાનિંગ ઓફિસર એસ.એમ.પંડા ઇન્ચાર્જ ટીપીઓ તરીકે કાર્યરત છે ત્યારે હવે રેગ્યુલર ચાર્જમાં કોઇ અધિકારીને નિયુકત કરવાનો સમય થઇ ગયો છે. મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઇની બદલી થઇ ત્યારથી જ હવે ટીપીઓની પણ ટ્રાન્સફર થશે તેવી ચર્ચાએ જોર પકડું હતું, દરમિયાન ક્રેડાઇ રાજકોટ દ્રારા જંત્રીના વિરોધમાં રેલી યોજાઇ ત્યારે જંત્રીની સાથે મહાપાલિકામાં બાંધકામ પ્લાન પાસ અને બીયુપી મામલે વ્યાપક હેરાનગતિ થતી હોવાને મુદ્દે જોરશોરથી રજુઆત કરાઇ હતી. તદઉપરાંત રેલી પૂર્વે ગાંધીનગર ખાતે સીએમને મળી બ રજુઆત કરાઇ હતી.
ઉપરોકત ઘટનાક્રમ બાદ હવે સો મણનો સવાલ એ છે કે જો ટીપીઓની બદલી કરાય તો રાજકોટમાં નવા ટીપીઓ તરીકે કોને નિયુકત કરવા ? રાયના ટાઉન પ્લાનિંગ વિભાગમાં અગાઉથી જ અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે અને ઇન્ચાર્જથી તત્રં ચાલી રહ્યું છે તેવા સંજોગોમાં નવા અધિકારીની નિયુકિત પેચીદો પ્રશ્ન બની છે, ઉદાહરણ તરીકે અન્યત્રથી કોઇ અધિકારીને રાજકોટ નિયુકત કરાય તો તેઓ યાંથી આવે તે જગ્યા ખાલી પડે અને રાજકોટમાં પણ તેમની નિમણુકં ઇન્ચાર્જ તરીકે થાય આથી રાજકોટની જગ્યા પણ ખાલી રહે.
વચલો રસ્તો એવો રહે કે જો રાજકોટ મહાપાલિકામાંથી જ ઇનહાઉસ પ્રમોશન આપી કોઇ અનુભવી ઇજનેરને ટીપીઓ તરીકે પોસ્ટિંગ અપાય તો તેઓ રાજકોટની ઇજનેરી,વહીવટી અને રાજકીય ભુગોળથી સુપેરે પરિચિત હોય તેથી ડિસ્ટર્બ થયેલી સિસ્ટમ ફરી સ્મૂધ થઇ શકે. જો સ્થાનિકેથી જ પ્રમોશન સાથે ઇન્ચાર્જ તરીકે પોસ્ટિંગ આપવાનું થાય તો સિટી એન્જીનિયર પરેશ ડી. અઢીયા, વેસ્ટ ઝોન સિટી એન્જીનિયર કુંતેશ કે.મહેતા, ઇસ્ટ ઝોન સિટી એન્જીનિયર શ્રીવાસ્તવ અને સેન્ટ્રલ ઝોન સિટી એન્જીનિયર અતુલ એ.રાવલ સહિતના નામો હાલ ચર્ચામાં છે. અલબત્ત આ ચાર સિટી એન્જીનિયર્સમાંથી અઢીયા અને મહેતા અગાઉ લાંબો સમય સુધી ટીપી બ્રાન્ચમાં ફરજ બજાવી ચુકયા હોય ટીપીના અનુભવી છે, શ્રીવાસ્તવ પણ થોડો સમય ટીપી બ્રાન્ચમાં કામગીરી કરી ચુકયા છે. યારે રાવલ નિયુકિતથી જ બાંધકામ બ્રાન્ચમાં કાર્યરત છે. આ ચાર એન્જીનિયરના નામ ચર્ચામાં મુખ્ય છે તદઉપરાંત અન્ય એકાદ બે એન્જીનિયરના નામ પણ ધ્યાનમાં લેવાયા છે પરંતુ તેમના નામ હજુ સપાટી ઉપર આવ્યા નથી. સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે તમામ મહાપાલિકાના તમામ એન્જીનિયર ટીપીઓ બનવા ઇનકાર કરી રહ્યા છે ત્યારે હવે શું થશે તે આવનાર સમય જ કહેશે.
તત્કાલિન ટીપીઓ બી.એચ.પાણી નિવૃત થયા બાદ આઠ વર્ષ સુધી ઇન્ચાર્જ ટીપીઓ મારફતે રાજકોટ મહાપાલિકામાં કામગીરી થઇ. હાલ પણ ઇન્ચાર્જ ટીપીઓ મારફતે જ થઇ રહી છે, આથી ભવિષ્યમાં પણ ઇન હાઉસ પ્રમોશન આપી ઇન્ચાર્જ ટીપીઓ નિયુકત થાય તો તેમાં કશું અજુગતું કે નવાઇ પામવા જેવું નથી.
શું ફકત ટીપીઓની ટ્રાન્સફર કરવાથી જ રિઅલ એસ્ટેટનું લોક ડાઉન ખુલી જશે ? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે, ટીપીઓ એક જશે ને બીજા આવશે. નિયમો, પરિપત્રો, હત્પકમો, અર્થઘટન અને ટીપી બ્રાન્ચનો નવનિયુકત અને બિન અબનુભવી સ્ટાફ તો એ જ રહેશે ! ટીપીઓની ટ્રાન્સફર થયા બાદ પણ બધું પૂર્વવત થઇ જશે તેની ગેરંટી કોઇ આપી શકે તેમ નથી. ટીપીઓ ટેકિનકલ પોસ્ટ છે અને તેમને સ્વાયત્ત સતાઓ છે તેમ છતાં વહીવટી પાંખના સર્વેાચ્ચ વડા મ્યુનિસિપલ કમિશનર છે અને તેમના નિર્ણયો તેમજ ટીપી બ્રાન્ચ પ્રત્યેનો અભિગમ વ્યાપક અસરકર્તા બની રહે. ટીપી બ્રાન્ચ મામલે નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું વલણ કેવું રહે છે ? તે બાબત રાજકોટના વિકાસને પ્રત્યક્ષ રીતે અસરકર્તા રહેશે. તદઉપરાંત કમિશનર અને શાસકો વચ્ચે કેવું સંકલન રહે છે તેના ઉપર પણ ઘણી બાબતો આધારિત રહે છે.
એકંદરે નવા ટીપીઓની નિયુકિતમાં પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને મ્યુનિ.પદાધિકારીઓ સાથેનો પરામર્શ સર્વગ્રાહી રીતે જરી રહેશે. આગામી વર્ષ મહાપાલિકાનું ચૂંટણી વર્ષ હોય બધું યથાયોગ્ય થઇ રહે તે માટે રાજકીય પાંખએ પણ પ્રયાસો કરવા પડશે. એકંદરે જે કઇં નિર્ણય લેવાય તે પરંતુ તા.૩૧ ડિસેમ્બર સુધીમાં ટીપી બ્રાન્ચમાં કંઇક નવા જૂની થશે તે નક્કી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌરાષ્ટ્ર્રમાં ઠંડી વધી પણ કાલથી તાપમાન વધશે
December 23, 2024 10:45 AMરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech